
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
માલપુર હાઇવે પર લોડિંગ ટ્રક પલટી, ચાર રિક્ષા અને પોલીસની ગાડી દબાઈ – મોટી જાનહાની ટળી
અરવલ્લી જિલ્લાના માલપુર ચાર રસ્તા પાસે રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઓવરસ્પીડમાં દોડતી લોડિંગ ટ્રક ચાર રસ્તા પર આવેલા વળાંક નજીક નિયંત્રણ ગુમાવી પલટી મારતાં રસ્તા પર ઉભેલી ચાર રિક્ષા તથા પોલીસની સરકારી ગાડી ટ્રક નીચે દબાઈ ગઈ હતી. સાથે એક ફરસાણની લારીને પણ નુકસાન પહોંચ્યું હતું
પ્રાપ્ત માહિતી મુજબ, અકસ્માત સમયે ટ્રકમાં સવાર એક વ્યક્તિને ઈજા પહોંચી હતી જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. રસ્તા પર રાત્રિસમય દરમિયાન પોલીસની ગાડીની બહાર કોઈ સ્ટાફ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હોવાનું મનાય છે.સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે માલપુર ચાર રસ્તા પર હાઇવે સુરક્ષાના નિયમોનું પૂરતું પાલન થતું નથી તેમજ ઝડપ નિયંત્રણના અભાવને કારણે અહીં વારંવાર અકસ્માતો સર્જાય છે. દરરોજ હજારો વાહનો પસાર થતા આ સ્થળે વધતી જોખમી પરિસ્થિતિ અંગે લોકોમાં ચિંતા વ્યાપી છે.અકસ્માત બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા સામાન્ય બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.






