
ફૈઝ ખત્રી..શિનોર
શિનોર તાલુકાના સાધલી પોલીસ મથક ખાતે ડીવાયએસપી આકાશ પટેલની ઉપસ્થિતિમાં ગ્રામજનો સાથે લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સરકાર શ્રીની ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી અંતર્ગત ગ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવી હતી.અને ગ્રામ જનો સાથે સાઇબર ક્રાઇમ. ટ્રાફિક અવેરનેસ. હેલ્મેટ સેફ્ટી તેમજ લોન ધારકો વિરુદ્ધ ની ઝુંબેશ ના ભાગ રૂપે આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગ્રામજનો ને કોઈ પણ સમસ્યા હોય ડીવાયએસપી આકાશ પટેલ સાહેબ તેમજ શિનોર પીએસઆઇ એમ.એસ.જાડેજા તેમજ શિનોર પોલીસ સ્ટાફ નો સંપર્ક કરવા જણાવ્યું હતું.
જેમાં શિનોર પી એસ આઈ એમ.એસ.જાડેજા સાધલી આઉટ પોસ્ટ ના જમાદાર વર્ધાજી તેમજ ગ્રામ જનો હાજર રહ્યા હતા.




