AHAVADANGGUJARAT

આહવા-સોનુનીયા બસનું ટાયર ફાટતા 15 મીટર ઢસડાઈને સંરક્ષણ દિવાલ સાથે અથડાઈને અટકતા મોટી દુર્ઘટના ટળી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા સંચાલિત વલસાડ વિભાગનો આહવા બસ ડેપોની એસટી બસોનું ગજબનું પરિવહન જોવા મળી રહ્યુ છે.એસટી અમારી અને સલામત સવારીનાં સૂત્રો અહી નિર્થક સાબિત થયા છે.આજરોજ સવારે સોનુનિયાથી આહવા જવા નીકળેલી બસમાં અજીબોગરીબ ઘટના બનવા પામી હતી.એસટી બસ જોગબારીનો ઘાટ ચડી અને ઉતરતી વખતે બસનો ડ્રાઈવર પાસેનો ટાયર ચાલુ ગાડીએ ફાટી ગયુ હતુ.અહી બસમાં અચાનક જ અવાજ આવતા મુસાફરી કરતા તમામ મુસાફરોની ચિચિયારીઓથી આખી બસ ગુંજી ઉઠી હતી.અને ભયનો માહોલ ઉભો થવા પામ્યો હતો. સોનુનિયાથી આહવા જવા માટે નીકળેલી બસ. ન.(GJ-18-Z-2925 )નો અચાનક ટાયર ફાટી જતા બસ 15 મીટર ઢસડાઈને સંરક્ષણ દીવાલ સાથે અથડાઈને થંભી જતા મોટી દુર્ઘટના ટળી હતી.અત્રે નોંધનીય છે કે આહવા બસ ડેપોના મેનેજર દિવસેને દિવસે બસની સારી સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ જઈ રહ્યા છે તેવી ચર્ચાઓએ દુર્ઘટના બનતા વેગ પકડ્યો છે. “હાથ ઊંચો કરો અને બસમાં બેસો”,એસટી અમારી સલામત સવારી જેવા GSRTC ના સ્લોગનને ડાંગ જિલ્લામાં ડેપો વિભાગ તાર તાર કરતો હોય તેમ લાગી રહ્યું છે. ડાંગ જિલ્લામાં પરિવહનની સુવિધાના નામે આહવા બસ ડેપોના મેનેજર મુસાફરોની સુવિધાના નામે મોતનો ખિલવાડ કરી રહ્યો છે. ડાંગ જિલ્લાના પરિવહનના ઈતિહાસમાં સોનુનીયા આહવા એસ.ટી. બસ બ્રેકડાઉન થવાના તમામ રેકોર્ડ તોડ્યા હોવાનું જાણવા મળ્યું છે. થોડા દિવસો ન થાય તો બસ રસ્તે બ્રેકડાઉન થતી જોવા મળશે જ. અને રસ્તાઓમાં વિદ્યાર્થીઓ, મુસાફરો રઝળપાટ કરતા જોવા મળતા હોય છે. છતાં આહવા બસ ડેપો મેનેજર દ્વારા બસની ગુણવત્તા ઉપર કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી.સારી બસની સુવિધાના નામે મુસાફરો જોડે જિલ્લામાં અન્યાય થઈ રહ્યો છે તેવો પોકાર ઉઠવા પામ્યો છે.સોનુનીયા આહવા બસ વારંવાર બ્રેકડાઉન થવાના અહેવાલો છાપામાં પ્રસિદ્ધ થતા હોય છતાં ડેપો મેનેજર દ્વારા બસનું કોઈપણ જાતનું મેન્ટેનન્સ કરવામાં આવતુ નથી. અને આજે મોટી દુર્ઘટના બનતા ટળી છે. આવનાર દિવસોમાં આહવા ડેપોના મેનેજર સહિત મેન્ટેનન્સ સ્ટાફ સામે કાયદેસરના પગલા ભરવામાં ન આવે તો ડાંગ જિલ્લાના મુસાફરોનાં મોતનું કારણ બનશેની ચર્ચાએ વેગ પકડ્યો છે.ત્યારે ડાંગનાં સમાહર્તા મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખી એસટી વિભાગ સામે લાલ આંખ કરે તે જરૂરી બની ગયુ છે..

Back to top button
error: Content is protected !!