ARAVALLIGUJARATMODASA

શામળાજી પોલીસની મોટી કાર્યવાહી : ટ્રકમાંથી રૂ. 54.20 લાખનો વિદેશી દારૂ ઝડપી એક આરોપી ઝડપાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શામળાજી પોલીસની મોટી કાર્યવાહી : ટ્રકમાંથી રૂ. 54.20 લાખનો વિદેશી દારૂ ઝડપી એક આરોપી ઝડપાયો

અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશનના કાયદાનો કડક અમલ કરવા શામળાજી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અણસોલ પોલીસ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન ટાટા કંપનીની બંધ બોડી ટ્રકમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની મોટી ખેપ ઝડપી લેવામાં આવી છે. પોલીસે કુલ રૂ. ૬૪,૪૦,૬૪૦/-ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી જિલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન વિરુદ્ધ સખત ડ્રાઇવ ચાલી રહી છે. રાજસ્થાન બોર્ડર પરથી ગુજરાતમાં દારૂનો પ્રવેશ અટકાવવા માટે નાકાબંધી અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. વાધેલાના માર્ગદર્શન હેઠળ શામળાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ. માલ તથા પો.સ.ઇ. પી.ડી. ગોહીલ સહિત સ્ટાફ અણસોલ ચેક પોસ્ટ ખાતે વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન બાતમી આધારે NL-01-Q-1697 નંબરની ટાટા બંધ બોડી ટ્રકને રોકી તપાસ કરતાં અંદરથી વિદેશી દારૂની ૬૨૧ પેટીઓ મળી આવી.પોલીસે કુલ ૧૯,૮૪૮ બોટલ/ક્વાર્ટર/ટીન સહિત રૂ. ૫૪,૨૦,૬૪૦/-ના દારૂનો જથ્થો, બે મોબાઇલ ફોન (રૂ. ૨૦,૦૦૦/-), ટ્રક ગાડી (રૂ. ૧૦,૦૦,૦૦૦/-) સહિત કુલ રૂ. ૬૪,૪૦,૬૪૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પકડાયેલ આરોપીની ઓળખ કાળુસિંહ દેવીસિંહ ભેરૂસિંહ રાઠોડ (ઉ.વ.૩૬), રહે. કેરીંગજી કા ખેડા, તા. રાજસમંદ (રાજસ્થાન) તરીકે થઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દારૂ હરીયાણાના ચરખીદાદરીના રાજવીર ચૌધરી દ્વારા ભરાવી મોકલવામાં આવ્યો હતો, જ્યારે જામનગર સ્થિત એક વ્યક્તિ દ્વારા જથ્થો મંગાવવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. પોલીસ વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.શામળાજી પોલીસે પ્રોહિબિશન સંબંધિત ગણનાપાત્ર ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!