આજરોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ કેશોદ દ્વારા વસ્ત્રદાન, મીઠાઈ, ફટાકડાનું જુપડ પટ્ટી વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું.જેમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા, ઝોન સંયોજક મોહિતસિંહ જાડેજા, જિલ્લા સંયોજક મેહુલભાઈ જાની, શહેર યુવાભાજપ પ્રમુખ મિતુલભાઈ ડાંગર, અને જૂનાગઢ જિલ્લા ના સંયોજક ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ