
પ્રાપ્ત વિગત મૂજબ અરજદાર જયદીપભાઈ ચોહાણ અને તેમની પત્નિ બાઈક પર જઇ રહ્યા હતા ત્યારે ઇકકો કારે અકસ્માત કરેલ ત્યારે તેમની પત્ની ગુજરનાર તરૂણાબેન જયદીપભાઈ ચોહાણ અકસ્માત થી અવસાન થયેલ જેથી તેમણે વળતર મેળવવા માટે વંથલીના જાણીતા એડવોક્ટ ઈબ્રાહિમ સમા તથા એડવોકેટ સલીમ સમા ને વકીલ તરીકે રોકેલ અને સામાવાળા સામે વેરાવળ કોર્ટમાં ક્લેઇમ કેસ કરેલ અને કેસ ચાલી જતા વેરાવળના નામદાર ટ્રીબ્યુનલ જજ સાહેબએ ગુજરનારના વારસ પતિને સામાવાળાઓ વ્યાજ સહીત કુલ રૂપિયા એક્યાસી લાખ સાઈઠ હાજર ચૂકવે તેવો હુક્મ કરેલ.જ્યારે વીમા કંપનીની મુખ્ય દલીલ એ મુજબ હતી કે ગુજરનાર નોકરી કરતા હોય જેથી પત્નિના અવસાન થી વારસ પતિને આવકની કોઈ નુકશાની થતી ન હોય જેથી વળતરની રકમ મળી શકે નહી તેવી દલીલ હતી.જેની સામે અરજદારના એડવોકેટ ઈબ્રાહિમ સમા અને એડવોકેટ સલીમ સમા દ્વારા મહત્વના સાક્ષી તપાસેલ અને મજબૂત પૂરાવા રજૂ કરી તેમજ ધારદાર દલીલો અને નામદાર ઉચ્ચ અદાલતના જજમેંન્ટો રજૂ રાખેલ જેને ધ્યાને લઇ વેરાવળ ટ્રીબ્યુનલ કોર્ટે તે માન્ય રાખેલ અને અરજદારને રૂપિયા બોંતેર લાખ, બેતાલીસ હજાર, તેમજ દાવા અરજીની તારીખથી વળતર ચુકવાય ત્યાં સુધી વાર્ષિક 9% લેખે વ્યાજ સહિત કુલ રૂપિયા એક્યાસી લાખ સાઈઠ હાજર ચુકવવા હુકમ કરેલ છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા કેશોદ



