હાલોલ:બેંક ઓફ બરોડા દ્વારા ગુજરાત નેચરલ ફાર્મ સાયન્સ યુનિવર્સિટી ખાતે આત્મનિર્ભરતા તરફ’ થીમ હેઠળ ‘બરોડા કિસાન પખવાડિયાનું વિશાળ આયોજન કરાયુ હતુ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૬.૧૧.૨૦૨૫
ભારતના અગ્રણી જાહેર ક્ષેત્રના બેંક, બેંક ઓફ બરોડાએ ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે ‘બરોડા કિસાન પખવાડિયા’ની 8મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતુ.”આત્મનિર્ભરતા તરફ” થીમ હેઠળ આયોજિત આ વિશાળ કિસાન મેળામાં ૧૧૦૦ થી વધુ ખેડૂતો જોડાયા હતા.કિસાન મેળામાં ૮૩૬ લાભાર્થીઓને ₹૩૬ કરોડના કૃષિ, એમએસએમઈ અને રિટેલ લોન માટે મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં કૃષિ સાધનો,પશુ આહાર, આદિવાસી પિથોરા પેઇન્ટિંગ અને ખેતીમાં ડ્રોનનો ઉપયોગ જેવાં નવીનતમ વૈજ્ઞાનિક ઉપકરણોના પ્રદર્શન માટે વિવિધ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી હતી.બેંકે ડિજિટલ બરોડા કિસાન ક્રેડિટ કાર્ડ (ડિજિટલ બીકેસીસી) અને ડિજિટલ ગોલ્ડ લોન જેવી મુખ્ય ડિજિટલ ઓફરિંગ્સ રજૂ કરી સાયબર ક્રાઇમ જાગૃતિ: ઓટીપી ફ્રોડ અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જેવા સાયબર ક્રાઇમ વિશે નૂક્કડ નાટક દ્વારા ખેડૂતોને જાગૃત કરવામાં આવ્યા હતા.બેંક ઓફ બરોડાએ ખેડૂતોના હિતમાં વિવિધ યોજનાઓનું સંકલન કરતું એક પુસ્તક પણ વિમોચિત કર્યું હતુ.સાંસ્કૃતિક કાર્યક્રમ તરીકે પરંપરાગત આદિવાસી નૃત્ય (તિમલી)નું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે બેંક ઓફ બરોડાના મહાપ્રબંધક અને ઝોનલ હેડ,વિનય કુમાર રાઠીએ જણાવ્યું કે, “બેંક ઓફ બરોડા ભારતના ખેડૂતોની સાથે ખભે ખભો મિલાવીને ઊભી છે, જેઓ આપણા દેશની કરોડરજ્જુ છે.” તેમણે ખેડૂતોને આર્થિક સહયોગની સાથે આધુનિક ટેકનોલોજી અને તાલીમ સુધી પહોંચાડવાની બેંકની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો.આ પહેલ ભારતીય ખેડૂતો સાથે બેંકના જોડાણને ગાઢ બનાવવા અને ગ્રામીણ તેમજ કૃષિ ક્ષેત્રમાં ભારત સરકારની પહેલોને પ્રોત્સાહન આપવામાં સહયોગ કરવા માટે તૈયાર કરવામાં આવી છે.આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર વિનયકુમાર રાઠી,ગુજરાત નેચરલ ફાર્મ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.સી.કે.ટીમ્બડીયા તેમજ બેંક ઓફ બરોડાના સ્ટાફ અને ખેડૂતો હાજર રહ્યા હતા.











