BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચ: મુન્શી મનુબરવાલા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા “નશામુક્તિ અભિયાન” પ્રોગ્રામ નું આયોજન




સમીર પટેલ, ભરૂચ
તારીખ ૧૩ ઑગસ્ટ ૨૦૨૫ ના રોજ મુન્શી ટ્રસ્ટ સંચાલિત હાજી અહમદ મુન્શી આઈ. ટી. આઈ. ભરૂચમાં નશામુકિત અભિયાનના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એસ.ટી. દેસાઈ અને તેમની ટીમ હાજર રહ્યા હતા. જેમાં પી. એસ. આઈ એ પોતાના વક્તવ્યમાં નશા મુકિત માટેની સમજ આપી હતી. સાથે સાથે તાલીમાર્થીઓને નશો કરવાથી થતા નુકશાન બતાવી નશામુક્તિ માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી. જેમાં તાલીમાર્થીઓએ પોતે એનાથી બચવવાનુ અને અન્યોને પણ બચાવવાનો સંકલ્પ કર્યો હતો. અંતમાં આઈ.ટી.આઈ.ના ઇન્ચાર્જ રીયાજ કડવા ધ્વારા આભાર વિધિ સાથે પ્રોગ્રામની પુર્ણાહુતી થઈ હતી.




