AHAVADANGGUJARAT

Dang: માર્ગ સલામતિ માસ અંતર્ગત ભારે વાહનના ચાલકો માટે વઘઇ ખાતે મેડીકલ કેમ્પ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

માર્ગ સલામતિ માસ ૨૦૨૫ અંતર્ગત તારીખ ૦૯ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ આર.ટી.ઓ કચેરી વઘઇ દ્વારા આરોગ્ય વિભાગ સાથે સંકલનમાં રહીને ભારે વાહનના વાહન ચાલકો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં વાહન ચાલકોના બ્લડ પ્રેશર, સુગર, આંખની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત GVK EMRI 108 દ્વારા CPR  અને ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ અંગેની તાલીમ આપવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!