
વિજાપુર વનવિભાગ અને સોમિલ એસોસિએશન ના સહયોગ થી 2200 જેટલા વૃક્ષો નું વિતરણ કરાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મન મંદિર સોસાયટી ખાતે વન વિભાગ અને સોમિલ એસોસિએશન ના સહયોગથી વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતુ.જેમાં 2200 થી વધુ જેટલા વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સીજે ચાવડા તેમજ જીલ્લા વન વિભાગના અધિકારી વાય એન દેસાઈ તેમજ તાલુકા વન અધિકારી ચૌધરી તેમજ સોમિલ એસોસિએશન ના પ્રમુખ તેમજ સોમિલ લાટી બજાર ના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વન વિભાગ ના અધિકારી એ જણાવ્યું હતુકે હાલમાં પ્રદુષિત વાતાવરણ ને શુદ્ધ બનાવવા માટે વધુ પ્રમાણમાં વૃક્ષો નું રોપણ કરવું જરૂરી બન્યું છે. સોસાયટી કે મહોલ્લાહ માં જ્યાં સારી અને ખુલ્લી જગ્યામાં વૃક્ષો નું રોપણ કરી તેનું જતન કરવું જોઈએ જેથી વાતાવરણ શુદ્ધ બનાવવા પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ જેને વન વિભાગ અને સોમિલ એસોસિએશન ના સહકાર થી વૃક્ષો ના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું સંચાલન વન વિભાગના રજની ભાઈ પંચોલી એ કર્યું હતુ.



