કડાણા તાલુકાના ડીટવાસ ગામે આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનની મીટીંગ યોજાય
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ડીટવાસ ગામે આપના જિલ્લા પ્રમુખ બાબુભાઈ ડામોરના નિવાસ સ્થાને આપ પાર્ટી દ્વારા મિશન વિસ્તાર અંતર્ગત જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું…
અમીન કોઠારી મહીસાગર
તા. ૨૭
જેમાં ઇન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા .આ કાયૅકમ માં આપ ના રાષ્ટ્રીય નેતા ગોપાલ ઇટાલિયા,દેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા,દાહોદ પૂર્વ સાંસદ કોંગ્રેસ નેતા પ્રભાબેન તાવિયાડ,લુણાવાડા કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ,તેમજ આપ ના કાર્યકર્તાઓ અને કોંગ્રેસ પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.
જેમાં ઉપસ્થિત રહેલ આપ પાટી ને કોંગ્રેસના નેતાઓ એ
પોતાના વક્તવ્યમાં ભાજપ સરકાર પર પ્રહાર કરી દમન ગુજારનાર સરકાર ગણાવી અને આગામી ચૂંટણીઓમાં પાઠ ભણાવવાની વાત કરવામાં આવી વધુમાં બે માસ અગાઉ થયેલા લેન્ડ ગરેબિંગના કેસમાં મહીસાગર જિલ્લા આપ પ્રમુખ બાબુભાઈ ડામોરને પોલીસ દ્વારા ધરપકડ કરી લેવાતા સમગ્ર આપ પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધન બાબુભાઇની સાથે છે તેની સાથે રહી લડત આપવાની વાત કરવામાં આવી હતી.
આપ નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા એ જણાવ્યું હતું કે,આજે મહીસાગર જિલ્લા પ્રમુખ એવા અને આદિવાસી પરિવાર હોય આદિવાસી સમાજના કામ કરનારા બાબુભાઇ ડામોર પર લેન્ડ ગ્રેબિંગ ની ખોટી ફરિયાદ કરીને એમને એરેસ્ટ કરવામાં આવ્યા છે ત્યારે અમે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના પ્રદેશના નેતાઓ તમામ સ્થાનિક આગેવાનો આજે એમના સમર્થનમાં ઉપસ્થિત થયા છીએ. એક બાજુ સમગ્ર ગુજરાતમાં જે ગૌચરોની જમીન છે એ ભાજપના લોકોએ પચાવી પાડી છે.
ગેરકાયદેસર ખનન,ખાણો રેતી, સિલિકાઓ બધું ચાલી રહ્યું છે અને એક બાજુ એક ખેડૂત વર્ષોથી એના બાપ દાદાઓથી જ્યાં વસવાટ કરે છે. પોતે અનાજ પકવી એના પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે તેમના પર ખોટી ફરિયાદ કરવામાં આવી છે.આપ જોઈ શકો છે મહીસાગર જિલ્લો હોય દાહોદ જીલ્લો હોય.73AA તમામ જમીનોમાં ટ્રાન્સફરો કરીને એન.એ કરીને અને ભાડા પેટે બિલ્ડરોએ કોમર્શિયલ બાંધકામો કરી દીધા અને તમામ બિલ્ડરો ભાજપના આગળ પાછળ ફરવા વાળા લોકો છે છતાંય સરકાર એમાં કોઈપણ જાતની ધ્યાન આપતી નથી અને ખોટી ફરિયાદ અમારા આગેવાન પર કરી છે.
તમે જોઈ શકો છો મહીસાગર હોય કે દાહોદ હોય આદિ આદર્શ ગ્રામના કરોડો રૂપિયા એ લોકોએ પુરા કરી નાખ્યા છે. સો કરોડ રૂપિયા ચાલુ નાણાંકીય વર્ષના હતા એનો કોઇ હિસાબ નથી મનરેગામાં આ વિસ્તારમાં કરોડો રૂપિયાના એજન્સીને લાવીને મટીરીયલ પૂરું પાડવામાં નામે પેમેન્ટો ચૂકવી દેવામાં આવ્યા છે 275 અંતર્ગત જે પંચામૃત ડેરી અહીંયા ચાલે છે એમાં 275 અંતર્ગત જે કરોડો રૂપિયા આવ્યા એનો આજે હિસાબ નથી ત્યારે આ તમામ પુરાવો સામે લડનારા અમારા આગેવાન એવા બાબુભાઇને ખોટી ફરિયાદો કરીને ગુજરાતની સરકારમાં મંત્રી તંત્રી રહેલા નેતાઓ આજે ખુશી મનાવે છે પણ બાબુભાઇ સાથે આખો સમાજ છે.
ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ને આમઆદમી પાર્ટીના તમામ સાથીઓ છે.આવનાર દીવસોમાં બાબુભાઇ ને ન્યાય અપાવવા માટે એમના પરિવારને ન્યાય અપાવવા માટે અમે સડક થી લઈને સદન સુધી એમની સાથે છીએ.લડીશું અને જે ભ્રષ્ટાચાર આ વિસ્તારોમાં થયા છે. પૂર્વ જિલ્લા પ્રમુખનો ભ્રષ્ટાચારતો તો આખો મહીસાગર જિલ્લો જાણે છે.એમના પર પણ આજદિન સુધી કાર્યવાહી નથી થઈ તો એ બાબુભાઇની લડતને આવનાર દિવસોમાં આગળ વધારવા માટે અમે બાબુભાઇ એમના પરિવાર સાથે છીએ અને ન્યાય અપવવાનું કામ આવનાર દિવસોમાં અમે કરીશું.
આપ નેતા ગોપાલ ઇટલીયા એ જણાવ્યું હતું કે, આખા ગુજરાતના ગૌચરો અને સરકારી જમીનો
ભાજપના નેતાઓ ખાઈ ગયા છે. દબાણો કર્યા છે, પચાવી પાડી છે. હોટલો બનાવી છે, મકાનો બનાવ્યા છે, પણ એક ગરીબ આદિવાસી ખેડૂત બે એકર પાંચ એકરના ટુકડા પર ખેતીકરી પોતાનો પરિવાર ચલાવે તો ગાંધીનગરમાં બેઠેલા ભાજપની સરકારના પેટમાં તેલ રેડાય છે. અને એટલે
એક નાના ખેડૂત ઉપર બહુ મોટી એફઆઇઆર કરી અને જાણે મોટું મીર માર્યો હોય એટલી બધી તાનાસાહિ કરવામાં આવી રહી છે. ત્યારે બાબુભાઇ ડામોરના સમર્થનમાં આજે આમ આદમી પક્ષના પ્રદેશના નેતાઓ અને કોંગ્રેસ પક્ષના આગેવાનો સ્થાનિક ધારાસભ્ય ગુલાબસિહ ભાઈ , પૂર્વ સાંસદ
પ્રભાબેન તાવિયાડ, ધારાસભ્ય ચૈતરભાઈ સહિત તમામ લોકો,ગ્રામજનો, સામાજિક આગેવાનો બધાય ભેગા મળી આજે તાનાસાહિ વિરુદ્ધ બાબુભાઇ ને સમર્થન કરવા માટે આજે ડિટવાસ ગામે અમે બધા ઉપસ્થિત રહ્યા છીએ. આગામી દિવસોમાં સમાજની સાથે મળી,લોકોની સાથે મળી બાબુભાઇ અને આ વિસ્તારને ન્યાય અપાવવા અમે સંઘર્ષ કરતા રહીશું.
આગામી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં ગઠબંધ સાથે ચૂંટણી લડશે તેવું પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે,
આગામી હમણાં જે ચૂંટણીઓ આવે છે, રેન્ડમ કેસમાં 70 જેટલી નગરપાલિકાઓની અને 2 જેટલી જિલ્લા પંચાયતની ચૂંટણી છે. અને ત્યાર પછી દોઢ વર્ષ પછી સામાન્ય ચૂંટણી આવશે સ્થાનિક સ્વરાજની જે ગુજરાત આખામાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત છે. તો અત્યારે ચૂંટણીની પણ તૈયારીઓ આમ આદમી પાર્ટી તરીકે અમે કરી રહ્યા છે.આ સાથે સાથે ઇન્ડિયા ગઠબંધના નેતાઓ સાથે પણ સંકલન ચાલુ છે જેમ જેમ ચૂંટણી નજીક આવશે એમ ચૂંટણી લક્ષી જે કાઈ પણ જાહેરાત હશે એ કરવામાં આવશે.