ARAVALLIGUJARATMODASA

સાંસદ શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં અરવલ્લી જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક યોજાઈ

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

સાંસદ શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં અરવલ્લી જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક યોજાઈ

લોકમાંગણીઓને ધ્યાને લઇ સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવા સાંસદનું અધિકારી ઓને સૂચન

અરવલ્લી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં સાંસદ શોભનાબેન બારૈયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેકટર પ્રશસ્તિ પારીક તથા ઉપસ્થિત તમામ વિભાગના અધિકારી ઓ સાથે સાંસદ એ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામા આવેલ વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી. ઉપરાંત અરવલ્લી જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા થઇ રહેલ યોજનાકીય કામગીરી અને તેમના અમલીકરણની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે, જન પ્રતિનિધિઓ દ્વારા લોકોની વિવિધ માંગણીઓને લઈને જે રજુઆતો કરવામાં આવે છે તેનું યોગ્ય રીતે નિરાકરણ લાવી લોકોની સવલતોમાં વધારો થાય તે પ્રકારે આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવે જેથી કરીને જીલ્લામાં વિકાસના કાર્યોને વેગ મળે. તથા કેન્દ્ર સરકારની યોજનાઓથી વધુમાં વધુ લોકો માહિતગાર થાય અને છેવાડાના માનવીને પણ આ યોજનાઓનો લાભ મળે તે દિશામાં આયોજન હાથ ધરવા સાંસદ એ સૂચન કર્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ, જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા ,નિવાસી અધિક કલેકટર ડી.વી.મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક રાજેશ કુચારા,જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્ય ઓ, સહિત ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીના સભ્યઓ, આગેવાન ઓ તેમજ પદાધિકારીઓ અને અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!