AHAVADANGGUJARAT

રાજભા ગઢવી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધવાની માંગ સાથે આહવા બાર એસોસિયેશને આવેદનપત્ર પાઠવ્યુ.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ગુજરાતનાં પ્રખ્યાત લોક સાહિત્ય કલાકાર રાજભા ગઢવી એ વિવાદાસ્પદ ટીપ્પણી કરતા ડાંગ જિલ્લાના આદિવાસી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે.ત્યારે રાજભા ગઢવી સામે એટ્રોસીટી એકટ મુજબ ગુનો દાખલ કરી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આહવા બાર એસોસિયેશને આવેદનપત્ર પાઠવ્યુ  હતુ.ડાંગ જિલ્લાનાં વકીલ બાર એસોસીએશને  સોશિયલ મીડિયાના માધ્યમથી ફેસબુક LOK DAYRO નામના ID  પર સાહિત્ય કલાકાર રાજભા ગઢવીનો એક ડાયરાનો વિડીયો અપલોડ થયેલ જોયો હતો. જેમાં ડાંગ જિલ્લાનાં આદિવાસી સમાજનો જાહેરમાં અને વિદેશમાં અપમાન કરેલ છે.ભારત દેશના રાજયોમાં જેમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અને ગુજરાતનાં ખાસ કરીને ડાંગ જિલ્લા આહવાના ” જંગલોમાં જંગલી લુંટારુ અને કેટલાયને લુંટી લીધા અને કપડા કાંઢી લીધા ” જેવા શબ્દોનો લોક ડાયરાના જાહેર મંચ ઉપર શબ્દોનો ઉપયોગ કરવામાં આવેલ છે.જે ડાંગના આદિવાસી સમાજ માટે આ શબ્દો કલંક રૂપ અને અપમાન જનક ઉચ્ચારેલ છે.જે આ બાબતે ડાંગ જિલ્લાના આદિવાસી સમાજને જાહેર બદનામ કરવાનું કૃત્ય આચરેલ છે. અને આજદિન સુધી ડાંગી આદિવાસીઓએ કોઈ બહારના વ્યકિતને લુંટી લીધેલ હોય અને કપડા ઉતારી લીધેલ હોય તેવા કોઈ બનાવ બનેલ નથી.તેમ છતા ડાંગ જિલ્લાના આદિવાસી અને ભોળી પ્રજાને બદનામ અને અપમાન કરતા શબ્દો ઉચ્ચારેલ હોય તેવા આક્ષેપ સાથે આહવા બાર એસોસિયેશન દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.તેમજ રાજભા ગઢવી સામે એટ્રોસીટી એકટ હેઠળ ફરીયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આહવા બાર એસોસિયેશન દ્વારા ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.

Back to top button
error: Content is protected !!