DAHODGUJARAT

દાહોદ સેવા સદન ખાતે કેટરીંગના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓની મીટીંગ યોજાઈ

તા. ૧૦. ૦૭. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ સેવા સદન ખાતે કેટરીંગના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓની મીટીંગ યોજાઈ

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, જીલ્લા સેવા સદન, દાહોદના ડેઝીગ્નેટેડ ઓફિસર વી.ડી.રાણાના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લામાં આવેલ કેટરીંગના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓની મીટીંગ યોજવામાં આવી હતી.આ મિટિંગમાં ખાદ્યચીજ બનાવવાના સ્થળે સ્વચ્છતાના ધોરણો જાળવવા, ખાદ્યચીજોની ગુણવત્તા જળવાઈ રહે તથા ખરીદવામાં આવતા રો-મટીરીયલ, ખોરાક બનાવવા ઉપયોગમાં લેવાતા પાણીના રીપોર્ટ, કારીગરોના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, પેસ્ટ કંટ્રોલના સર્ટીફીકેટ વગેરેની ચર્ચા કરી તમામ રેકોર્ડ રાખવા અંગે માહિતી સહિત સૂચનાઓ આપવામાં આવી હતી.ઉપરાંત ખરીદવામાં આવતા તમામ ખાદ્યચીજો પાકા બિલથી જ ખરીદાય અને તેનો રેકોર્ડ રાખવો તેમજ પેકિંગ વાળા લેબલ પર તમામ માહિતી દર્શાવેલ હોય તેવા જ રો-મટીરીયલની ખરીદી કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો. આ તમામ સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાની રહેશે. તેમજ સૂચનાનો અમલ કરવામાં નિષ્ફળ જશે તો તેઓના લાયસન્સ સ્થગિત અથવા રદ કરવામાં આવશે અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!