NANDODNARMADA

નર્મદામાં રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતા “મારી માટી- મારો દેશ” અભિયાનનો પ્રારંભ

નર્મદામાં રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતા “મારી માટી- મારો દેશ” અભિયાનનો પ્રારંભ

રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે શિલાફલકમનું અનાવરણ કરાયું: ગ્રામજનોએ પંચ પ્રતિજ્ઞા લીધી અને વૃક્ષારોપણ કર્યું અંતમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન કરાયું

રાજપીપલા : જુનેદ ખત્રી

આઝાદીના અમૃત મહોત્સવના કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશ સહિત નર્મદા જિલ્લામાં મુખ્ય ૫(પાંચ) થીમ આધારિત “મારી માટી- મારો દેશ” અભિયાનનો પ્રારંભ નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાના અકુવાડા ગામે રાજ્યના સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો), લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં “માટીને નમન, વીરોને વંદન” થીમ સાથે કાર્યક્રમ યોજાયો હતો.

રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે, “મારી માટી- મારો દેશ” અભિયાનનો મુખ્ય ઉદેશ, માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ વીર શહીદોની વંદના અને તેમના પરિવારોનું સન્માન કરવા જનશક્તિને પ્રેરિત થાય અને નર્મદા સહિત રાજ્યોના જિલ્લાના તમામ ગામોમાં દરેક ગ્રામ પંચાયત/તાલુકા પંચાયત/નગરપાલિકામાં તા.૯ ઓગસ્ટથી ૧૫ ઓગસ્ટ દરમ્યાન મુખ્યત્વે ૦૫ (પાંચ) થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ગ્રામ કક્ષાએ એકત્રિત થયેલી માટી તાલુકા કક્ષાએ કળશમાં પહોંચાડવામાં આવશે. ત્યારબાદ આ કળશને નવી દિલ્હી સુઘી જશે અને આઝાદી કા અમૃત મોહત્સવ સ્મારક તેમજ અમૃતવાટીક બનાવીને માતૃભૂમીના નિર્માણ માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીરોને શ્રંદ્રાજલી અર્પણ કરવાના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં સહભાગી બનશે જ્યાં તા. ૨૯ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ દરમ્યાન કર્તવ્ય પથ દિલ્હી ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું સમાપન કરવામાં આવશે તેમ તેઓએ ઉમેર્યું હતું.

મંત્રીએ શહીદ વીરોના બલિદાનોને સમર્પિત સ્મારક પથ્થરની તકતી-શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોએ હાથમાં માટી અને માટીનો દીવો રાખી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. પંચાયત દીઠ ૭૫ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન પણ કરવામાં આવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!