
તા.૨૦.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અન્વયે જીલ્લા કક્ષાના સભ્યોશઓની બેઠક યોજાઇ
દાહોદ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અન્વયે જીલ્લા કક્ષાના સભ્યોઓની બેઠકનું આયોજ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અન્વ્યે ગૌશાળા ખાતે રાખવામાં આવતા પશુઓ માટે માહે- એપ્રિલ થી જુન -૨૦૨૫ ના તબ્બકા માટે કુલ પશુઓ ૧૨૨૩ માટે કુલ રૂપિયા ૩૩,૩૮,૭૯૦ ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા તમામ સંસ્થાના બેંકના ખાતા માં RTGS દ્વારા ચુકવણું કરવામાં આવેલ છે. તેના વિશે ચર્ચા કરવામાં આવી હતી.મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અન્વ્યે ગૌશાળા ખાતે રાખવામાં આવતા પશુઓ માટે માહે- જુલાઈ થી સપ્ટેમ્બર -૨૦૨૫ ના તબક્કા માટે કુલ ૧૧૪૪ પશુઓ માટે કુલ રૂપિયા ૩૧,૫૭,૪૪૦ ચુકવવા માટેની બહાલી આપવામાં આવી હતી.(૧) દાહોદ અનાજ મહાજન ગૌશાળા, દાહોદ ૯,૪૯,૪૪૦ (૨) સુરભી સેવા ટ્રસ્ટ, દાહોદ ૫,૦૫,૦૮૦ (૩) કામધેનું ગૌસેવા ટ્રસ્ટ, દે.બારિયા ૩,૮૩,૬૪૦ (૪) સત્યનામ ગોવર્ધન ગૌશાળા ટ્રસ્ટ સાલીયા, દે.બારિયા ૧,૧૦,૪૦૦ (૫) ગોકુલેશ ગૌશાળા ટ્રસ્ટ, દે.બારિયા ૧,૧૩,૧૬૦ (૬) બાલ ગોપાલ ગૌશાળા ટ્રસ્ટ, ઝાલોદ ૧,૨૪,૨૦૦ (૭ ) યતીન્દ્ર જયંત જૈન સાર્વજનિક ગૌશાળા, ઝાલોદ ૨,૯૨,૫૬૦ (૮) માલધારી ઉત્થાન ટ્રસ્ટ, ઝાલોદ ૨,૯૮,૦૮૦ (૯) આદર્શ ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ફતેપુરા ૨,૩૧,૮૪૦ (૧૦)બ્રહ્મલીન બાપુ નરસિહ સેવાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ, લીમખેડા ૧,૪૯,૦૪૦ આ સંસ્થાઓને માહે- જુલાઈથી સપ્ટેમ્બર -૨૦૨૫ માટે ચૂકવવાની થતી સહાયની રકમ કુલ રુપીયા ૩૧,૫૭,૪૪૦ છેઆ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, નાયબ પશુપાલન નિયામક ડૉ. કમલેશ ગોસાઈ, નાયબ વન સંરક્ષક દાહોદ, ચીફ ઓફિસર દેવગઢ બારીયા, ચીફ ઓફિસર દાહોદ, ગૌરક્ષક મિત્રો સહિત સંબધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા





