
વિજાપુર ધારાસભ્ય ના કાર્યલય ખાતે શ્રી મહાકાળી સેવા ટ્રસ્ટ દ્વારા ઠંડા પાણી નુ મશીન ભેટ કરાયુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ધારાસભ્ય ના કાર્યલય ઉપર દિન પ્રતિદિન મુલાકાતીઓ અરજદારો નો ઘસારો વધતા હાલમાં ગરમી અને બફારો વધુ તેજ બન્યો છે. ત્યારે ધારાસભ્ય કાર્યલય મા ઠંડા પાણી માટે કેરબા તો રૂટિન મા મૂકવા મા આવે છે. પરંતુ અરજદારો ની મુલાકાતી ના વધારો થતાં શ્રી મહાકાળી સેવા ટ્રસ્ટ, જેપુર તરફથી ધારાસભ્ય ડૉ.સી.જે. ચાવડાના જન પ્રતિનિધિ કાર્યાલય ખાતે ઠંડા પાણીનું મશીન ભેટ આપવામાં આવ્યું હતુ જેને લઇ પીવાના પાણી માટે કાર્યલય ખાતે વધુ એક સુવિધા ઊભી કરવામાં આવી હતી. તાલુકા મા ધારાસભ્ય ની હાજરી અને સેવા ભાવના થી લોકો પ્રભાવિત બની રહ્યા છે.



