GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: અધિક પોલીસ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ

તા.16/10/2025

વાત્સલયમ્ સમાચાર

સૌના સાથ સહકારથી ડ્રગ્સ વિરોધી ઝુંબેશને આગળ ધપાવી ‘નશા મુક્ત ભારત અભિયાન’ ને સફળ બનાવી

અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા

Rajkot: અધિક પોલીસ કમિશનરશ્રી મહેન્દ્ર બગડિયાની અધ્યક્ષતામાં આયોજિત નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠકમાં પોલીસ વિભાગ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય સહિતના વિભાગો સાથે મળી અસરકારક ઝુંબેશ ચલાવી ‘નશા મુક્ત ભારત અભિયાન’ ને સફળ બનાવવાનો કોલ આપ્યો હતો.

રાજકોટ શહેરમાં જનજગૃતિ અભિયાન ઉપરાંત ડ્રગ્સ વિરોધી ઝુંબેશ અર્થે ફૂડ એન્ડ ડ્રગ્સ, કૃષિ અને વન વિભાગ ડ્રગ્સ અને નશાકારક ઉત્પાદકર્તા અને વેચાણકર્તાઓ પર વ્યાપક કાર્યવાહી કરે તેવી ખાસ સૂચના અધિક પોલીસ કમિશ્નરશ્રીએ આપી હતી.

પોલીસ વિભાગ દ્વારા એન્ટી-ડ્રગ્સ કેમ્પેઇન કામગીરી અંગે ક્રાઈમ વિભાગના મદદનીશ પોલીસ કમિશનરશ્રી ભરત બસિયાએ રાજકોટ શહેરમાં પકડવામાં આવેલ ડ્રગ્સનાં કેસની માહિતી આપતા જણાવ્યું હતું કે, એક માસમાં એન.ડી.પી.એસ. ના કુલ ૩ કેસ કરવામાં આવ્યાં છે. વધુમાં પી.આઈ. ટી એક્ટ હેઠળ ૧૬ પ્રપોઝલ પૈકી ૧૦ આરોપી વિરુદ્ધ કામગીરી કરવામાં આવી છે. નવરાત્રી દરમ્યાન જુદા જુદા રાસોત્સવમાં ૧૨ હજારથી વધુ ખેલૈયાઓને ‘Say No to Drugs’ શપથ લેવડાવવામાં આવ્યા હતાં. આ ઉપરાંત બેઠકમાં પ્રાંત કચેરી, મહાનગરપાલિકા, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની માહિતી પુરી પાડવામાં આવી હતી.

બેઠકમાં ડી.સી.પી. ઝોન – ૧ શ્રી હેતલ પટેલ, ઝોન – ૨ શ્રી રાકેશ દેસાઈ, એસ.ઓ.જી સહીત વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ, કસ્ટમ, સમાજ સુરક્ષા, ફૂડ એન્ડ ડ્રગ, ફોરેન્સિક, સિવિલ, મનોચિકિત્સક, રિહેબિલિટેશન, કૃષિ અને વન વિભાગ, તોલમાપ. સાઇન્ટિફિક સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, મહાનગર તેમજ સિવિલના આરોગ્ય અધિકારીઓ તેમજ રાજકોટની વિવિધ યુનિવર્સીટીના નોડલ અધિકારીશ્રીઓ જોડાયા હતાં.

Back to top button
error: Content is protected !!