BHARUCHBHARUCH CITY / TALUKO

મેળામાં નિયત ઘાટના હદની બહાર સ્નાન કરવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામુ

****
ભરૂચ – રવીવાર – ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે તા.૧૨/૧૧/૨૦૨૪ થી તા. ૧૮/૧૧/૨૦૨૪ દરમ્યાન પ્રતિ
વર્ષની માફક જાહેર મેળો ભરાશે. આ મેળામાં આજુબાજુનાં ગામોમાંથી તેમજ સમગ્ર ગુજરાત રાજયમાંથી તથા અન્ય
રાજયોમાંથી પણ ઘણી મોટી સંખ્યામાં લોકો એકત્રીત થાય છે તથા શુકલતીર્થ મુકામે આવેલ નર્મદા નદીના ઘાટ પર સ્નાન
કરે છે. નર્મદા નદીના પાણી ઉડા હોવાથી તેમજ નદીમાં ખાડા પડેલ હોવાથી અકસ્માત થવાની શકયતા છે. જેથી નર્મદા
નદીના અમુક વિસ્તારમાં સ્નાન કરવા પર નિયમન કરવાનું આવશ્યક જણાય છે.
અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ સને-૧૯૫૧ નાં ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩(૧)(એમ) અન્વયે મળેલ
અધિકારની રૂ એ ફરમાવું છું કે, તા.૧૨/૧૧/૨૦૨૪ થી તા. ૧૮/૧૧/૨૦૨૪ સુધીના (બંને દિવસો સહિત) સમયમાં
શુકલતીર્થ, કબીરવડ તથા મઢી મુકામેના નર્મદા નદીના ઘાટથી ગ્રામ પંચાયત તથા પોલીસ ખાતા તરફથી નકકી થયેલ હદની
અંદર જ લોકોએ સ્નાન કરવું તથા નિયત ઘાટની હદની બહાર સ્નાન કરવા પર પ્રતિબંધ મુકવા આદેશ કરૂ છું.
આ હુકમનું ઉલ્લંઘન કરનાર ઉકત કાયદાની કલમ-૧૩૧ પ્રમાણે સજા અને દંડને પાત્ર થશે તેમ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ
ભરૂચ તરફથી મળેલી અખબારી યાદી માં જણાવામાં આવ્યું હતુ.

Back to top button
error: Content is protected !!