Rajkot: વર્ષાઋતુને અનુલક્ષીને કોટડાસાંગાણી તાલુકાના અધિકારીશ્રીઓની બેઠક યોજાઈ
તા.૨૩/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: કોટડાસાંગાણી તાલુકાના લાઈઝન અધિકારી અને નાયબ કલેકટરશ્રી, સ્ટેમ્પ ડ્યુટી દ્વારા તાલુકાના લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે આગામી વર્ષાઋતુને ધ્યાને લઈ તાલુકા કક્ષાએ કુદરતી / માનવ સર્જિત આપત્તિઓ સામે પૂર્વ તૈયારીના ભાગરૂપે મીટીંગનું આયોજન કરાયું હતુ.
બેઠકમાં લાઇઝન અધિકારીશ્રી દ્વારા આપત્તિ વ્યવસ્થાપનની પુર્વ તૈયારી અંતર્ગત કરવાની થતી કાર્યવાહી અંગે સુચના આપી કરાયેલ કામગીરીની સમીક્ષા કરાઈ હતી.
બેઠકમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી માર્ગ અને મકાન પેટા વિભાગ પંચાયત / સ્ટેટ, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી સિંચાઈ પેટા વિભાગ સ્ટેટ, વેટરનરી ઓફિસર, આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, ડેપો મેનેજર, ગોડાઉન મેનેજર, પા. પૂ. ગ. વય. બોર્ડ, ફોરેસ્ટ વિભાગ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.