ARAVALLIGUJARATMODASA

મોડાસા નગરપાલિકાને આંખે પાટા : શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત, ઢોર નિયંત્રણ માટે નગરપાલિકાના પ્રમુખ નિષ્ક્રિય

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મોડાસા નગરપાલિકાને આંખે પાટા : શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત, ઢોર નિયંત્રણ માટે નગરપાલિકાના પ્રમુખ નિષ્ક્રિય

અવારનવાર પશુઓના ત્રાસના કારણે શહેરી વિસ્તારની અંદર અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે ત્યારે વારંવાર આ બાબતે સરકાર દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી તેમજ ઢોર નિયંત્રણનો કાયદો બનાવવામાં આવ્યો છતાં એ માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે પરંતુ રખડતા ઢોર ને કારણે કેટલાક અંશે આ અકસ્માતો અટકી શકે છે પરંતુ આ બાબતે જ્યારે વાત કરીએ તો મોડાસા શહેરની અંદર જે રીતે વારંવાર ઢોરનું આતંક યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આ બાબતે જાણે કી નગરપાલિકા નિષ્ક્રિય હોય તેવા દ્રશ્યો હાલ તો કેમેરામાં કેદ થયા છે મોડાસા શહેરની અંદર વારંવાર રખડતા ઢોરનું સામ્રાજ્ય યથાવત જોવા મળી રહ્યું છે કેટલાક વિસ્તારની અંદર રખડતા ઢોરના કારણે મોટી ટ્રાફિક સર્જાય છે તો બીજી બાજુ મોડાસા શહેર એ શિક્ષકની નગરી કહેવાય છે અને શાળા છૂટ્યાના સમયે વિદ્યાર્થીઓ આ રસ્તામાંથી પસાર થતા હોય છે ત્યારે આ સમયે જે રસ્તામાં વચ્ચોવચ તેમજ રસ્તાની આજુબાજુ જે ઢોલના અડીંગા હોય છે જેના કારણે ઘણી વાર અકસ્માત થતો હોય છે પરંતુ મોડાસા નગરપાલિકા દ્વારા આ ઢોર નિયંત્રણ બાબતે કોઈપણ પ્રકારનું નિયંત્રણ લાવવામાં આવ્યું નથી. વારંવાર આ બાબતે અહેવાલો રજૂ કરવામાં આવ્યા છે છતાં જાણે કે નગરપાલિકાના પ્રમુખ નિષ્ક્રિય હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ હાલતું મોડાસા શહેરની અંદર જોવા મળ્યું છે બીજી તરફ વાત કરવામાં આવે તો જે આ ઢોર નિયંત્રણ અંગેની કામગીરી સામે હાલ તો મોડાસા નગરપાલિકા સામે સવાલો ઊભા થયા છે ત્યારે કહી શકાય કે જાણે મોડાસા નગર પાલિકા આ બાબતે આંખે પાટા બાંધ્યા હોય અને દેખતી ના હોય તેમ નિશબ્દ છે ત્યારે આ બાબતે એસી ની હવા ખાવાનું બંધ કરે જે તે તંત્ર અને ઝડપથી રખડતા ઢોર અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!