
વિજાપુર તાલુકા કોંગ્રેસ કાર્યલય ખાતે તાલુકા સંગઠન ની બેઠક યોજાઇ
તાલુકા પ્રમુખ માટે ગુજરાત પ્રદેશ સમિતિ મા ચાર નામો મોકલાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા કોંગ્રેસ કાર્યલય ખાતે તાલુકા સંગઠન ની બેઠક યોજાઇ હતી. જેમાં પ્રદેશ માંથી આવેલ પ્રભારી નિઝામ ભાઈ તેમજ ભરતજી ઠાકોર , રામાજી ઠાકોર તેમજ તલત મહેમુદ સૈયદ અશોક સિંહ વિહોલ તેમજ કોંગ્રેસ ના શહેર પ્રમુખ પ્રતિક ભાઈ બારોટ ની ઉપસ્થિતિ મા કોંગ્રેસ તાલુકા ના નવા પ્રમુખ માટે તેમજ વિવિધ હોદ્દા ના બાબતે અને સંગઠન મજબુત બનાવવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં તાલુકા પ્રમુખ ના હોદ્દા માટે હાલ કાર્યકારી પ્રમુખ ના નામ સાથે કુલ ચાર નામો પ્રદેશ સમિતિ મા મોકલી આપવા આવ્યા હતા આ પ્રસંગે નિઝામ ભાઈએ કાર્યકરો ને સંગઠન મજબૂત બનાવવા અને દરેક કાર્યકરે એકબીજા સાથે ખભે ખભા મિલાવી કાર્ય કરવુ પડશે દરેક કાર્યકરે પક્ષ ને મજબુત કરવા અપીલ કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત પ્રદેશના હોદ્દેદારો એ પ્રસંગ અનુરૂપ પોતાના પ્રવચન રજૂ કર્યા હતા. આગામી જાહેર થયેલ પેટા ચૂંટણીઓ મા ઉમેદવાર ને મહેનત કરી જીતાડવા અપીલ કરી હતી.




