Rajkot: આરોગ્ય કમિશનર શ્રી હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને ૧૪ મી ગવર્નિંગ કાઉન્સિલ કમિટીની બેઠક યોજાઈ

તા.૫/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) અંતર્ગત કરાયેલી કામગીરીમાં રાજકોટ ગુજરાતમાં મોખરે – ૧૩ હજારથી વધુ કેસ ક્લેમ માટે રૂ.૧૦ કરોડ થી વધુની રકમ ચુકવાઇ
Rajkot: પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ ખાતે કમિશનર (આરોગ્ય) શ્રી અને અગ્ર સચિવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ શ્રી હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને ૧૪ મી ગવર્નિંગ કાઉન્સિલ કમિટીની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી જેમાં સ્વચ્છતા, સફાઇ, દવાઓ જરૂરી સેવાઓ, કર્મચારીઓના શ્રેષ્ઠ પર્ફોમન્સ, દર્દીઓની ઝડપી રિકવરી સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં દર્દીઓ માટે જરૂરી સાધન સહાયની ખરીદીને મંજૂરી આપવામાં આવી હતી, તેમજ દર્દીઓના હિત માટે જરૂરી દવાઓની ખરીદી બાબતે સાવધાની રાખવા જણાવ્યું હતું. પ્રાઇવેટ એમ્બ્યુલન્સ માત્ર બહારથી દર્દીઓને અંદર તેડવા-મૂકવા જ આવ-જા કરી શકશે, હોસ્પિટલના કેમ્પસમાં ૧૦ મિનિટથી વધુ ઊભી રહી શકશે નહીં.
કમિશનરશ્રી દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) અંતર્ગત કરવામાં આવેલી કામગીરીમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ સમગ્ર ગુજરાતમાં મોખરે હોવાથી તમામ સ્ટાફ તથા ડૉ. મોનાલીના નેતૃત્વની સરાહના કરવામાં આવી હતી. (PM-JAY) અંતર્ગત એપ્રિલ-૨૦૨૫ થી લઈને ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં ૧૩ હજારથી વધુ કેસ ક્લેમ કરવામાં આવ્યા છે, જેના માટે અત્યાર સુધીમાં રૂ.૧૦ કરોડ થી વધુની રકમ રાજકોટ સિવિલ હોસ્પિટલને ચૂકવવામાં આવી છે..
આ મિટિંગમાં રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઇ મોકરિયા, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, અને ડૉ. દર્શિતાબેન શાહ, જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આનંદુ સુરેશ ગોવિંદ, સિવિલ સુપ્રીન્ટેનડેન્ટ શ્રી મોનાલી માકડિયા, ડૉ. ભારતી પટેલ, ડૉ. વંદના પીઠડીયા, ડૉ. પંકજ બુચ, ડૉ. કમલ ગોસ્વામી, ડૉ.દૂસરા, ડૉ. ચાવડા સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.





