
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકની અધ્યક્ષતામાં નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મળી
જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરીકની અધ્યક્ષતામાં અરવલ્લી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મળી. બેઠકમાં નવીન વાજબી ભાવ અનાજની દુકાનની મંજૂરી , વાજબી ભાવની દુકાનના સ્થળ ફેરફારની દરખાસ્તો બાબતે ચર્ચા કરવામાં આવી. જિલ્લામાં ચાલી રહેલ અનાજ વિતરણની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી. આજની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા, નિવાસી અધિક કલેકટર રાજેશ કુચારા, જિલ્લા પુરવઠા અધિકારી મહેશ્વરીબેન રાઠોડ, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા માહીતી અધિકારી સહિતના અધિકારીઓ ઉપરાંત અગ્રગણ્ય નાગરિકો સહિતના સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.





