HALOLPANCHMAHAL
હાલોલ:મોટી ઉભરવાન ગામે જિલ્લા કલેકટર આશિષકુમાર એ રાત્રિ સભા યોજી,ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કર્યા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૬.૯.૨૦૨૪
પંચમહાલ જિલ્લા કલેકટર આશિષકુમાર એ હાલોલ તાલુકાના મોટી ઉભરવાન ગામે રાત્રિ સભા યોજી હતી. આ સભા દરમિયાન ગ્રામજનોએ આંગણવાડી, આરોગ્ય સેવા અંગે, મહેસૂલ અંગે, ખેતીવાડી અને પંચાયત સબંધિત પ્રશ્નો જિલ્લા કલેકટર સમક્ષ રજૂ કર્યા હતા.જેને સાંભળી ગ્રામજનોના પ્રશ્નોનો સત્વરે નિયત સમયમર્યાદામાં કરાય તે માટે સબંધિત અધિકારીઓને સૂચનો કર્યા હતાં.વધુમાં કલેકટર એ રાજ્યસરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપી ગ્રામજનોને સંબધિત યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.આ સભામાં પ્રાંત અધિકારી, સબંધિત વિભાગના અધિકારી તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.