GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કિચન ગાર્ડનની તાલીમ યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી, તા.૩૦ : આપણા સમતોલ આહાર માટે ભોજનમાં વ્યક્તિદીઠ દરરોજ આશરે ૩૦૦ ગ્રામ શાકભાજીની જરૂરિયાત રહે છે. ઝેરી અવશેષો વગરના પ્રદુષણમુક્ત, તાજા, મનપસંદ શાકભાજી, ફળ તથા ફૂલ ઘરઆંગણે જ નિયમિત મેળવી શકાય એ હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા મહિલાઓમાં જાગૃતા હેતુસર ઘર આંગણે કિચન ગાર્ડનની તાલીમ યોજાઈ. જેમાં તાલીમની શરૂઆતમાં કેન્દ્ર્ના વડા ડો. કિંજલ શાહે ઘર આંગણે બિન ઉપયોગી જમીનના કાર્યક્ષમ ઉપયોગ સાથે રસાયણમુક્ત શાકભાજી મળી રહે એવા પ્રયત્નો કરવા સૂચનો કર્યા. કેન્દ્રના બાગાયત વૈજ્ઞાનિક ડો. દિક્ષિતા પ્રજાપતિ એ ઘર આંગણે શાકભાજી (કીચન ગાર્ડન) ના ફાયદાઓ તેમજ શાકભાજી, ફળ ફૂલ પાકો ઉછેરવાની વિવિધ પદ્ધતિઓ વિશે વિસ્તુત માહિતી આપી. આ તાલીમમાં દાંડી, વેડછા, સુલતાનપુર ગામના ૬૦ ખેડૂત મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ માર્ગદર્શન મેળવ્યું.

Back to top button
error: Content is protected !!