AHAVADANGGUJARAT

આહવા નગરનાં રાણી ફળિયા પાસે યુવક પર ટ્રકનો ટાયર ચાલી જતાં,યુવકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવાનાં રાણી ફળિયા ખાતે રહેતો યુવક પોતાના પિતાની એકટીવા લઈને ઘરેથી નીકળ્યો હતો.જોકે યુવકે તેના મિત્રને એકટીવા ચલાવવા આપી દેતા અને પોતે યુવક પાછળ બેસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં યુવકના શરીર પર ટ્રક ચાલી જતા યુવકનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ.આહવાનાં રાણી ફળિયા ખાતે રહેતો કરણ કમલેશ ચૌધરી પોતાના પિતાની એકટીવા ગાડી રજી. નં.GJ -30-E-3928 લઈને સાંજના સમયે કોઈને કંઈ પણ કહ્યા વગર નીકળી ગયો હતો.અને ત્યારબાદ   કરણે એકટીવા મોપેડ પોતાના મિત્ર સચિન પરેશભાઈ નંદી (રહે. રાણી ફળિયુ આહવા તા.આહવા જી.ડાંગ) ને ચલાવવા માટે આપી હતી અને કરણ પોતે એકટીવા મોપેડ પર વચ્ચે બેઠો હતો અને તેની પાછળ હજુ એક તેનો મિત્ર બેઠો હતો.આ ત્રણેય જણા સાપુતારા ત્રણ રસ્તાથી પરબડી સર્કલ તરફ આવતા હતા.અને સચિને  એક્ટીવાને  બેદરકારી અને ગફલત ભરી રીતે હંકારી ગાડીનું સમતોલન ગુમાવી ડીવાઇડર ઉપર ચડાવી ડીવાઇડરની વચ્ચે મુકેલ સાઈન બોર્ડ તથા ચંપાના ઝાડ સાથે અથડાવી સામેની સાઇડમાં પડી જતા એક ટ્રક રજી. નં.GJ -04-AX-9777 ના પાછળના ટાયરમાં આવી જતા કરણનાં શરીરે તથા માથાના ભાગે ટ્રકનું ટાયર ચડી જતા ગંભીર ઇજા પહોંચી હતી.જેમાં તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ.ત્યારે અકસ્માતને લઈને આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.હાલમાં આહવા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!