BANASKANTHAGUJARATPALANPUR

બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

24 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી, મિટિંગ હોલ, પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી દ્વારા મળેલ વિવિધ રજૂઆત બાબતે સંબધિત અધિકારીશ્રીઓ પાસેથી રિવ્યૂ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં ખાણ ખનીજ, રોડ રસ્તા, નેશનલ હાઈવે, નવા વીજ કનેકશન સહિત વહીવટી મંજૂરીઓ બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા/ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી કામ પૂર્ણ કરવા કલેકટરશ્રીએ જણાવ્યું હતું. બેઠકના અધ્યક્ષ વ કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, જિલ્લાના નાગરિકોને સરકારશ્રીની યોજનાઓનો લાભ પહોંચે તથા તમામ કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જરૂરી છે. બેઠકમાં Gem પોર્ટલ પર ખરીદીની વિગતો, નવીન વીજ કનેકશન આપવા બાબત, સરકારી પુસ્તકાલય, રોડ રસ્તા મરામતના ઝડપી કામો સહિત અધ્યક્ષસ્થાનેથી પ્રજાના પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવાની જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચન કરાયા હતા. બેઠકમાં સાંસદશ્રી ગેનીબેન ઠાકોર, શ્રી બાબુભાઈ દેસાઈ, પાલનપુર ધારાસભ્યશ્રી અનિકેતભાઇ ઠાકર, ડીસા ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળી, દિયોદર ધારાસભ્યશ્રી કેશાજી ચૌહાણ, દાંતાના ધારાસભ્યશ્રી કાંતિભાઈ ખરાડી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુમ્બે, અધિક જિલ્લા કલેક્ટરશ્રી સી.પી.પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!