
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જીલ્લ્લા ભાજપ પમુખ તરીકે ભીખાજી ઠાકોરેનો પદગ્રહણ કાર્યક્રમ મોડાસા કમલમ કાર્યાલય ખાતે યોજાયો
પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા અરવલ્લી જીલ્લ્લા ભાજપ પમુખ તરીકે ભીખાજી ઠાકોર પસંદગી કરવામાં આવી છે ત્યારે આજે જિલ્લા પ્રમુખ ભીખાજી ઠાકોર પ્રમુખ તરીકેનો પોતાનો ચાર્જ સંભાળવા માટે એક વિશાલ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં પ્રદેશ મહામન્ત્રી રજનીભાઇ પટેલ તેમજ પૂર્વ જિલ્લા પ્રમુખો , બાયડ ભિલોડા ના ધારાસભ્યો અને સમગ્ર જીલ્લ્લા માંથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહયા હતા.ખાસ કરીને પ્રમુખના વિસ્તાર માંથી તેમના સમર્થકો પારમ્પારિક ઢોલ વગાડી વધાવવા આવ્યા હતા આ પ્રસન્ગે પ્રદેશ મહામન્ત્રીએ જણાવ્યું હતું કે નવનિયુક્ત પ્રમુખ પૂર્વ પ્રમુખોની જેમ સંગઠનનું કામ કરી સંગઠનને વધુ આગળ લઇ જશે તેમ જણાવતા અભિનંદન પાઠવ્યા હતા જ્યારે પ્રમુખ ભીખાજી ઠાકોર પણ પ્રમુખ તરીકે સંગઠનને મજબૂત કરી પંચાયત થી પાર્લામેન્ટ સુધી તમામ ચૂંટણી અમે જીતીએ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો




