થરાદમાં યુવકે નર્મદા કેનાલમાં આપઘાત કરતાં ફાયર વિભાગે બચાવી લીધો
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ
થરાદ નગરની મુખ્ય નર્મદા કેનાલ પાસે આજે એક યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ફાયર વિભાગની ટીમ રિફ્રેશિંગ તાલીમ દરમિયાન હાજર હતી ત્યારે આ ઘટના બની હતી.ઢીમા પુલ નીચે એક યુવક કેનાલમાં કૂદીને આપઘાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ અંગેની જાણ થરાદ નગરપાલિકા ફાયર વિભાગને થતાં તેઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.ફાયર વિભાગની ટીમે યુવકને પુલના નીચેની તરફથી જીવિત બચાવી લીધો હતો. બચાવ બાદ તેની ઓળખ કરવામાં આવી હતી. આ યુવક થરાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા રાજેન્દ્ર નગર સોસાયટીનો રહેવાસી છે. તેનું નામ દરજી પાર્થ હોવાનું જાણવા મળ્યું હતું. યુવકને બચાવ્યા બાદ તરત જ તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે યુવકને તેના પિતાને સોંપી દીધો હતો.ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું કે તેઓ રિફ્રેશિંગ તાલીમ માટે નર્મદા કેનાલ પર ગયા હતા. તે દરમિયાન તેમને ઢીમા પુલ નીચે યુવકના આપઘાતના પ્રયાસની જાણ થઈ હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને યુવકને બચાવી લીધો હતો .