વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ભારત સરકારશ્રીના તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તારીખ ૧૪ ઓક્ટોબરના રોજ ડાંગ જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાનના અધ્યક્ષ સ્થાને “જિલ્લા તમાકુ નિયંત્રણ સ્ટીયરીંગ કમિટી” ની બેઠક યોજવામાં આવી હતી.
બેઠકમાં ટોબેકો ફ્રી યુથ કેમ્પેઇન 3.0 (TFYC ૩.૦) આયોજન અંગેની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કમિટીના તમામ વિભાગોને ૬૦ દિવસના કેમ્પેઇન અંગેની કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી. આ કેમ્પેઇનનો મુખ્ય હેતુ યુવાનોને તમાકુના નુકસાની અંગે જાગૃતિ ફેલાવવાનો અને તેમને વ્યસન મુક્ત જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો છે.
ડાંગ જિલ્લામાં ચાલી રહેલ તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા એન્ફોર્સમેન્ટ સ્કોડ ટીમ દ્વારા ધુમ્રપાન નિષેધ નિયમભંગ બદલ કરેલ એપ્રિલ થી સપ્ટેબર માસ દરમિયાન કુલ ૬૫ કેસો અને કુલ રૂ.૧૧,૭૦૦ નો દંડ વસૂલ કરવામાં આવેલ છે.
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કુલ ૨૯૬ શાળાઓ/કોલેજો/આઇ.ટી.આઇ.માં કુલ ૫૫,૬૦૪ જેટલા વિદ્યાર્થીઓને આ.ઇ.સી. તેમજ વિવિધ પ્રવૃતિઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.વસાવા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હિમાંશુ એમ.ગામીત, જિલ્લા એપેડેમીક મેડીકલ ઓફિસર ડો.નિલકેતુ ડી.પટેલ, જિલ્લા તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંગેના એન.ટી.સી.પી. સોશયલ વર્કર શ્રીમતી રસીલા સી.ચૌધરી તથા જિલ્લા તમાકુ નિયંત્રણ સ્ટીયરીંગ કમિટીના તમામ સભ્યોશ્રીઓ હાજર રહ્યા હતા
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ચાલી રહેલ વિકાસ સપ્તાહની ઉજવણી દરમિયાન તમાકુ મુક્ત યુવા અભિયાન ૩.૦ કેમ્પેઇન અંતર્ગત ૬૦ દિવસના અભિયાનમાં લોકોમાં તમાકુના હાનિકારક અસરો અંગે જનજાગૃતિ લાવવાના પ્રયાસોમાં તમાકુ મુક્ત IEC કેમ્પેઇન, રેલી, શૈક્ષણિક શાળાઓમાં વિવિધ કાર્યક્રમ દ્વારા પ્રવૃતિ, તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં આવેલ શાળાઓ, ગામ, આંગણવાડીઓ તમામ સબ સેન્ટરો ખાતે તમાકુ મુક્ત સંકલ્પ પણ લેવામાં આવ્યાં હતાં.