DAHODGUJARAT

દાહોદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ઇન્સ્પેક્શન બંગલો, રતનમહાલ ખાતે જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની યોજાઈ બેઠક

તા.૦૩.૦૧..૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ઇન્સ્પેક્શન બંગલો, રતનમહાલ ખાતે જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની યોજાઈ બેઠક

દાહોદ: ઇન્સ્પેક્શન બંગલો, રતનમહાલ, ધાનપુર ખાતે દાહોદ જિલ્લામાં પ્રવાસન પ્રવૃત્તિઓને વધુ વેગવાન બનાવવા અને પ્રવાસીઓને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવા માટે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દાહોદ જિલ્લાના પ્રવાસન સ્થળો જેવા કે, રતનમહાલ વન્યજીવ અભયારણ્ય અને ઉધલમહુડા કેમ્પસાઈટ, વહેવારિયો ડુંગર અને ઘડો ડુંગર, નળધા કેમ્પસાઈટ, સાગટાળા, સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ, ટ્રાયબલ મ્યુઝિયમ, શિવ મંદિર બાવકા, રામપુરા ઘાસ વીડી, કેદારેશ્વર મંદિર ચોસાલા, ગુરુ ગોવિંદધામ કંબોઈ, હોલ્કાધર ધોધ સહિતના સ્થળોના વિકાસ માટેની સમિક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે કહ્યું કે, દાહોદ જિલ્લો કુદરતી જંગલો, નદી-નાળા, ઘાસના મેદાનો, કુદરતી ધોધ-ઝરણાં તેમજ વન્ય સંપદાથી સમૃદ્ધ છે. દાહોદ જિલ્લામાં આવતા પ્રવાસીઓ માટે રહેવા – જમવા માટેની વ્યવસ્થા, સિક્યોરિટી, આવવા – જવા માટે વ્યવસ્થા, એડવેન્ચર માટેની વ્યવસ્થા, ગાઈડની વ્યવસ્થા કરી પ્રવાસન સ્થળોનો વિકાસ કરવામાં આવે તો આજુબાજુના ગ્રામજનો સ્થાનિક પ્રજાજનોને રોજગારી મળશે, જેનાથી માઇગ્રેશન ઓછું થશે. એ સાથે જ દાહોદ જિલ્લો આકર્ષણનું કેન્દ્ર બની શકે તેમ છે. આ બેઠકમાં છાબ તળાવ ખાતે જીલ્લાનો લોકવારસો, પરંપરાગત કલા, સંગીત, નૃત્ય, હસ્તકલા તથા સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા હેતુસર “છાબ મહોત્સવ” નું આયોજન કરવા, પર્યટકોને સ્થળની માહિતી તથા ઐતિહાસિક તેમજ પર્યાવરણીય મહત્વ સમજાવી તેમજ એડવેન્ચર સ્પોર્ટ્સ કરાવી શકે તેવા સ્થાનિક નાગરિકો ટુરીસ્ટ ગાઈડ તરીકે તાલીમ આપવી, પર્યટન વિભાગ તરફથી સફારી માટે નવા વાહનોની વ્યવસ્થા કરવા, રતનમહાલ અભયારણ્યમાં વન વિભાગ દ્વારા જંગલ સફારીની વ્યવસ્થા, ડુંગરો પર એડવેન્ચર સ્પોર્ટ્સનો વિકાસ કરવા, એડવેન્ચર સ્પોર્ટ્સમાં ટ્રેકીંગ, રોક ક્લાઈમ્બીંગ, રેપેલિંગ, કેમ્પિંગ, હોટ એર બલુન, પેરા ગ્લાઈડીંગ, ઝીપ લાઈન, ફ્લાય બોર્ડ તથા જેટ સ્કીમ જેવા એડવેન્ચર સ્પોર્ટ્સ ક્ષેત્રે વિકાસ કરવો, કેમ્પ સાઈટ પર રાત્રિ રોકાણ માટેની કેમ્પ સાઈટ સુવિધા ઉભી કરવા સહિતની પદાધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમા જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર, ઝાલોદ ધારાસભ્ય મહેશભાઇ ભુરીયા, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઇ ધરીયા, પ્રાત અધિકારીઓ, ટીડીઓઓ ,નગરપાલીકાના ચીફ ઓફિસરઓ, વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, આગેવાનો , વડીલો અને જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા

Back to top button
error: Content is protected !!