Rajkot: કલેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને નશામુક્ત અભિયાનની કમિટીની બેઠક યોજાઈ
તા.૧૯/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: કલેક્ટર શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લા સ્તરની નશામુક્ત અભિયાન કમિટીની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં આગામી માસથી શરૂ થનાર કાર્યક્રમ અને અભિયાન અંતર્ગતની વિવિધ પ્રવૃત્તિઓ વિશેનો એક્શન પ્લાન રજૂ કરાયો હતો જેને મંજૂરી આપી કલેકટરશ્રીએ સોશિયલ મીડિયા દ્વારા પણ નશામુક્તિ અભિયાન ચલાવવા પર ભાર મૂક્યો હતો.
બેઠકમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી પ્રાર્થનાબેન શેરસીયાએ જણાવ્યું હતું કે, નશા મુક્તિ અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ ૨૮ નાટક દ્વારા લોકોને નશાથી થતા નુકસાન વિશે જાગૃત કરવામાં આવી રહ્યા છે સાથે જ ગ્રામ્ય કક્ષાએ કઠપૂતળીના ખેલ દેખાડીને અને અન્ય કાર્યક્રમ દ્વારા લોકોને નશાથી દૂર રહેવા માટે સમજાવવામાં આવ્યા છે
આ બેઠકમાં પ્રાંત અધિકારી સર્વ શ્રી મહેક જૈન શ્રી વિમલ ચક્રવર્તી, બાળ સુરક્ષા અધિકારી શ્રી અલ્પેશ ગોસ્વામી, બાળ કલ્યાણ કમિટીના ચેરમેન શ્રી પ્રિતેશ પોપટ, શિક્ષણ, આરોગ્ય વગેરેના વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.