NATIONAL

દેશના સૌથી મોટા અને ચર્ચાસ્પદ સેક્સ સ્કેન્ડલનો આખરે 32 વર્ષે ચુકાદો આવ્યો

છ આરોપીઓ વિરુદ્ધ 23 જૂન-2021માં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. ત્યારબાદ ટ્રાયલ કોર્ટમાં જુલાઈ-2024માં સુનાવણી પુરી થઈ હતી.

દેશના સૌથી મોટા અને ચર્ચાસ્પદ સેક્સ સ્કેન્ડલ અને અજમેરના બ્લેકમેલ કાંડમાં આખરે 32 વર્ષે ચુકાદો આવ્યો છે. અજમેરની સ્પેશિયલ કોર્ટ પોક્સો કોર્ટ નંબર 2માં આરોપીઓની હાજરીમાં આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં સાતમાંથી છ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ સાથે આરોપીઓને પાંચ-પાંચ લાખનો દંડ પણ ફટકારાયો છે.
આ પહેલા મંગળવારે સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં તમામ આરોપીઓનો દોષિત જાહેર કરાયા હતા. આરોપીઓમાં નફીસ ચિશ્તી, નસીમ ઉર્ફે ટારઝન, સલીમ ચિશ્તી, ઈકબાલ ભાટી, સોહિલ ગની, સૈયદ ઝમીર હુસૈનનો સમાવેશ થાય છે. આ છ આરોપીઓ વિરુદ્ધ 23 જૂન-2021માં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. ત્યારબાદ ટ્રાયલ કોર્ટમાં જુલાઈ-2024માં સુનાવણી પુરી થઈ હતી.

વાસ્તવમાં વર્ષ 1992માં 100થી વધુ કૉલેજ ગર્લ્સ પર દુષ્કર્મ અને તેમની ન્યૂડ ફોટો વાયરલ થયા બાદ દેશભરમાં હડકંપ મચ્યો હતો. આ ઘટનામાં પોલીસે 18 લોકોને આરોપી બનાવ્યાહ તા, જેમાં નવ આરોપીની સુનવાણી પુરી થઈ ગઈ હતી અને એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે એક આરોપી હજુ ફરાર છે, જેને કોર્ટે ભાગેડુ જાહેર કર્યો છે.

Back to top button
error: Content is protected !!