GUJARATHALOLPANCHMAHAL

હાલોલ ખાતે આગામી યોજાનાર ઈદે મીલાદ તેમજ ગણપતિ વિસર્જન અનુલક્ષીને હાલોલ પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૩.૯.૨૦૨૫

હાલોલ શહેર ખાતે આગામી તા.5 તથા 6 મી સપ્ટેમ્બરે યોજાનાર મુસ્લિમ સમુદાયનો પવિત્ર તહેવાર ઈદે મીલાદ તેમજ હિન્દુ સમુદાયના ગણેશ વિસર્જન અનુલક્ષીને દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારે ધૂમધામ પૂર્વક રંગે ચંગે ઉજવણી કરવામાં આવનાર છે.જેમાં હાલોલ શહેરમાં ભગવાન ગણેશજીની વિસર્જન યાત્રા તેમજ ઈદે મીલાદ અનુલક્ષીને નગરમાં કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતી જળવાયેલી રહે તેમજ ભગવાન ગણેશજીની વિસર્જન યાત્રા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં કોમી ભાઈચારા વચ્ચે નગર ખાતે રંગે ચંગે યોજાય તે વિષય અંતર્ગત હાલોલ ટાઉન પોલીસ તેમજ રૂરલ પોલીસ દ્વારા હાલોલ રૂરલ પોલીસ મથક ખાતે આજે બુધવારે હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ તથા હાલોલ ટાઉન પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર આર.એ.જાડેજા, તેમજ રૂરલ પોલીસ ઇન્સ્પેકટર કે.એ.ચૌધરીની અધ્યક્ષતામાં ગણેશ ઉત્સવ સમિતના આયોજકો તેમજ હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.જેમા નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ,હાલોલ ટાઉન પીઆઈ આર.એ.જાડેજા,હાલોલ રૂરલ પીઆઈ કે.એ.ચૌધરી દ્વારા ઉપસ્થિત અગ્રણીઓને વિવિધ સલાહ સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જ્યારે આ બંને તહેવારો શાંતિ પૂર્ણ માહોલમા સંપન્ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અપીલ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!