વિજાપુર મણિપુરા ગામે મેલેરીયા વિરોધી માર્ગદર્શન શિબિર યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મણિપુરા ગામે મેલેરીયા વિરોધી ઉજવણી ના ભાગરૂપે આરોગ્ય વિભાગ હેલ્થ કચેરી દ્વારા રાત્રીના માર્ગદર્શન શિબિર નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આરોગ્ય વિભાગના અધિકારી તેમજ હેલ્થ સુપરવાઈઝર મહેન્દ્રભાઈ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે ઉપસ્થિત ગ્રામજનોને માર્ગદર્શન આપતા મહેન્દ્રભાઈ વાઘેલાએ જણાવ્યું હતુકે મેલેરીયા ની ઉત્પતિ ચોખ્ખા પાણીમાં મચ્છરો ઈંડા મૂકે છે અને તેમાંથી ઉતપન્ન થતા માદા મચ્છરો ના ફેલાવવા ના કારણે થાય છે.જે રાત્રીના સમયે કરડે તો તેનાથી મેલેરિયા જેવી બીમારી થાય છે.આ મેલેરીયા વધુ ફેલાય નહીં તે માટે દરેક લોકોએ ચોખ્ખું પાણી અઠવાડિયામાં એક વખતે નિકાલ કરી પાણી ને ફિટ ઢાંકણા વડે બંધ કરી રાખવું જોઈએ જેથી મચ્છર ઉદભવે નહીં જેને લઇને આરોગ્ય વિભાગ દ્વારા પોરા ગપ્પી ફિશ નું નિર્દેશન કરી બતાવ્યું હતું આ કાર્યક્રમ માં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



