ગોધરા ખાતે જિલ્લા કલેકટર આશિષકુમારના અધ્યક્ષસ્થાને પી.એમ.એફ.એમ.ઈ યોજના અંગે બેઠક યોજાઇ

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લા કલેકટર આશિષકુમારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, ગોધરાના સભાખંડમાં પી.એમ.એફ.એમ.ઈ યોજના અંગે બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટર એ જિલ્લામાં બાગાયત પાકોની વિવિધ જણસોના મુલ્યવર્ધનના પ્રોજેકટ્સનો વ્યાપ વધે તે માટે પી.એમ.એફ.એમ.ઈ યોજના વિશે વધુમાં વધુ માહિતીનો પ્રસાર કરવાનું સુચન કરવામાં આવ્યુ હતું.
આ બેઠકમાં મુલ્ય વર્ધનને લગતા રૂ. ૨૬૫ લાખની રકમના કુલ ૯ પ્રોજેક્ટસને બહાલી આપવામાં આવી હતી. તેમજ અગાઉની બેઠકના કુલ-૩૧ પ્રોજેકટસ પૈકી ૮ પ્રોજેકટ્સ બેંકકક્ષાએ મંજુરી મળ્યા બાદથી શરૂ કરાયા હોવાની જાણકારી આપવામાં આવી હતી.
વધુમાં યોજના અંગે વધુ માહિતી મેળવવા માટે જિલ્લાકક્ષાએ નાયબ બાગાયત નિયામકશ્રીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યુ હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારિઆ, જિલ્લા કક્ષાની સમિતિના સભ્યો અને વિવિધ તાલુકાના લાભાર્થીઓ હાજર રહ્યાં હતાં.






