કાંકરેજ તાલુકાના કસલપુરા ખાતે પ્રજાપતિ સમાજના બંધારણ મુજબ મામેરૂ ભરાયું.
કાંકરેજ તાલુકાના કસલપુરા ખાતે પ્રજાપતિ સમાજના બંધારણ મુજબ મામેરૂ ભરાયું.

કાંકરેજ તાલુકાના કસલપુરા ખાતે પ્રજાપતિ સમાજના બંધારણ મુજબ મામેરૂ ભરાયું.
કાંકરેજ તાલુકાના કસલપુરા ખાતે પ્રજાપતિ સમાજના મોરપિયા પરિવારના પ્રજાપતિ નરોત્તમભાઈ રામજીભાઈ ની સુપુત્રી ચિ.પ્રિયાના શુભ લગ્ન માંડલાના સ્વ.હરેશભાઈ હેમાભાઈ ના સુપુત્ર ચિ.કિશાન સાથે નિરધાર્યા હતા.ત્યારે લગ્ન પ્રસંગે કુંવારવાથી સ્વ.વેલાભાઈ, રાજાભાઈ,અણદાભાઈ પરિવાર ના સુપુત્રો ભરત,સુધીર, સિદ્ધરાજ પોતાની બહેન સૂર્યાબેનને ત્યાં તા.૦૭/૦૩/૨૦૨૬ ને શનિવારના રોજ રૂડું મામેરૂ લઈને આવ્યા ત્યારે કસલપુરાના પૂર્વ સરપંચ પ્રજાપતિ સોમાભાઈ નાગજીભાઈ એ જણાવ્યું હતું કે કસલપુરા ખાતે મોરપિયા પરિવારમાં કુંવારવાથી આવેલ મામેરૂ રામજીભાઈ,પુનાભાઈ, રામજીભાઈ,સરપંચ શાંતિભાઈ, શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણ ના ખજાનચી મહેશભાઈ ઊંઝિયા સહીત મોરપિયા, ઊંઝિયા,તેરવાડીયા પરિવારની હાજરીમા પ્રજાપતિ સમાજના બંધારણ મુજબ દરેક નિયમો ધ્યાને રાખી એક લાખ એકાવન હજાર એકસોહ એકાવન રૂપિયા રોકડાનું મામેરૂ ભરવામાં આવ્યું તેમ જણાવ્યું હતું.લગ્ન પ્રસંગે શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના કન્વીનર ઉમેશભાઈ પ્રજાપતિ, નટુભાઈ પ્રજાપતિ થરા,શ્રી વઢિયારી પ્રજાપતિ સમાજ મહેસાણાના ઉપપ્રમુખ કિરીટકુમાર ઓઝા, ઈન્દ્રમાણા સરપંચ રમેશભાઈ પ્રજાપતિ સહીત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530






