
૯ મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની પૂર્વ તૈયારી સંદર્ભે પ્રાયોજના વહીવટદાર કચેરી ખાતે બેઠક યોજાઈ
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા કલેક્ટર શ્વેતા તેવતિયાના રાહબરી હેઠળ આગામી તા. ૦૯ મી ઓગસ્ટના રોજ રાજપીપલાની અંબુભાઈ પુરાણી હાઈસ્કુલ અને દેડિયાપાડાના આદર્શ નિવાસી શાળાના પટાંગણમાં ૯ મી ઓગસ્ટ, ૨૦૨૪ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજપીપલા ખાતે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને દેડિયાપાડા ખાતે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિતિ નોંધાવશે. અને આદિજાતિ બાંધવોને સંબોધન કરશે.
આ સંદર્ભમાં તા. ૦૭ ઓગસ્ટના રોજ નર્મદા પ્રાયોજના વહીવટદારની કચેરીના સભાખંડ ખાતે પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરીએ આગામી યોજાનારા કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને પૂર્વ તૈયારીઓના ભાગરૂપે સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓને કામગીરીની સોંપણી કરીને સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્ટેજ-મંડપ, સાઉન્ડ સિસ્ટમ, બેઠક વ્યવસ્થા, ભોજન-પાણી, કનેક્ટિવિટી, વીજળી તેમજ પાર્કિંગ સહિત આરોગ્યલક્ષી વ્યવસ્થાઓને આયોજનબદ્ધ રીતે ગોઠવીને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો અને જરૂરી સૂચના આપી હતી.
રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ સાબરકાઠા જિલ્લાના આર્ડેકના ઇન્સ્ટિટ્યુટ નવી મેત્રાલ ખેડબ્રહ્મા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાશે અને સ્ટેજ પરના લાભાર્થીને લાભ વિતરણ કરશે અને આદિજાતિ લોકોને પ્રેરક સંબોધન કરશે.



