ARTO કચેરી ડાંગ દ્વારા રાત્રી તેમજ પહાડી વિસ્તારોમાં વાહન ચલાવતી વખતે ડ્રાઇવરોની સામાન્ય ભૂલો સુધારવા અંગે બેઠક યોજાઈ..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
‘પરવાહ’ માર્ગ સલામતિ અભિયાન અંતર્ગત જિલ્લા રોડ સેફ્ટી કમિટીની બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ એ.આર.ટી.ઓ કચેરી દ્વારા ડાંગ જિલ્લામાં અકસ્માત નિવારણ માટે વિવિધ પ્રવૃતિઓ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. ત્યારે જાણો પહાડ તેમજ રાત્રી દરમિયાન વહાન ચલાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે.
*પહાડ પર વાહન ચલાવવું*
પહાડ પર વાહન ચલાવવું મુશ્કેલ હોય છે અને તે અનુભવી વાહનચાલકો દ્વારા જ થવું જોઈએ. જટીલ ભૌગોલિક સ્થિતિને લીધે તે મેદાન પર વાહન ચલાવવા કરતાં અલગ હોય છે. માર્ગો પહાડમાં અલગ રીતે ડિઝાઈન કરેલા હોય છે. સંખ્યાબંધ વળાંકોને લીધે વાહનચાલકની દ્રષ્ટિ મર્યાદિત હોય છે અને વાહનચાલક વાહનને વધુ પડતું વાળવું પડતું હોવાને લીધે વધુ થાકે છે.
*જ્યારે પહાડ પર વાહન ચલાવવાનું હોય ત્યારે તમારે નીચેના મુદ્દાઓનું ધ્યાન રાખવું જોઈએ :*
• જો તમે અનુભવી વાહનચાલક ન હોવ તો પહાડી માર્ગો પર વાહન ચલાવશો નહી.
• હંમેશાં ગડપની મર્યાદા અનુસરો અને વળાંક પર ઝડપ ઘટાડો.
• હંમેશા સાવધ રહો અને ધ્યાન વિચલિત કરે એવા કાર સ્ટીરીઓ વગેરેને ટાળો.
• હંમેશા પહાડ ઉપર જતા ટ્રાફિકને માર્ગ આપીને તેમને પ્રાધાન્ય આપો.
• આલ્કોહોલ પીધા પછી ક્યારેય પહાડ પર વાહન ચલાવશો નહીં.
• વળાંકો, વક્રી અને પુલો પર ઓવરટેક કરશો નહી.
• વાહનને ઓવરલોડ કરશો નહિ.
• વળાકી અને હેરપિન બેન્ડ્સ પર ક્લચ પેડલ્સનો ઉપયોગ કરવાનું ટાળો.
• પહાડથી ઊતરતી વખતે વાહનને ન્યુટ્રલ પર ચલાવશો નહી.
• હંમેશા વળાંક પર હોર્ન વગાડો.
• પહાડની સફર શરૂ કરો તે પહેલા હંમેશા વાહનની તપાસ કરો, ખાસ કરીને બ્રેક્સ અને ટાયર્સની.
*રાત્રે વાહન ચલાવવું*
રાત્રીના સમયે માર્ગ અકસ્માતોની શક્યતા વધે છે. અંધારામાં વાહન ચલાવવું ખતરનાક હોઈ શકે છે તેમ જ તે પડકારરૂપ કાર્ય છે. રાત્રે વાહન ચલાવવું વધુ ખતરનાક છે, કારણ કે રાત્રીના સમયે તમારી દ્રષ્ટિ મર્યાદિત બને છે.
*રાત્રે સુરક્ષિત રીતે વાહન ચલાવવાની ટિપ્સ :*
• સુનિશ્ચિત કરો કે વાહનની હેડલાઈટ્સ, ટેઇલલાઈટ અને ડાઈરેક્શનલ સિગનલ કાર્યરત છે.
• રાત્રે ધીમી ગતિએ વાહન ચલાવો.
• તમારા વાહન અને અન્ય વાહનો વચ્ચે વધુ અંતર રાખો.
• માત્ર અંધારામાં અથવા અંતરિયાળ વિસ્તારોમાં કે જ્યાં તમે આગળના માર્ગની સપાટી જોઈ ન શકો ત્યાં હાઈ બીમનો ઉપયોગ કરો.
• સુપ્રકાશિત ક્ષેત્રો પર લો બીમ સાથે એટલે કે હેડ લાઈટ્સને ડીપ ડાઉન કરીને વહન ચલાવો.
• ધુમ્મસમાં વાહન ચલાવતી વખતે હંમેશાં લો બીમનો ઉપયોગ કરો.
• રાત્રે માર્ગ પર ક્યારેય વાહન ઊભું રાખશો નહીં, કારણ કે રાત્રે સામેથી આવી રહેલા વાહનને એ સમજવામાં મુશ્કેલી પડે છે કે ઊભી રાખેલી કાર ચાલી રહી છે કે નહીં અને ત્યાં સુધી ઘણું મોડુ થઈ જાય છે.
• દારૂ પીને ક્યારેય વાહન ચલાવશો નહી. આલ્કોહોલ આંખની સંવેદનશીલતાને નોંધપાત્ર ધીમી પાડે છે અને પ્રભાવિત કરે છે.
• રાત્રી દરમિયાન જ્યારે રેટ્રો-રિફ્લેક્ટિવ ટેપ પર પ્રકાશ પડે છે ત્યારે તે પ્રતિબિંબિત થાય છે. હવે રાત્રે વાહન ખરાબ થઈ જાય ત્યારે વાહનની પાછળ રેટ્રો-રિફ્લેક્ટિવ ત્રિકોણ રાખવું ફરજિયાત છે. રેટ્રો-રિફ્લેક્ટિવ ટેપ્સ જ્યારે વાહનની ટેઈલલાઈટ્સ બંધ થઈ જાય ત્યારે પણ તમારી દૃશ્યતાને સુનિશ્ચિત કરે છે. રાત્રે સુરક્ષિત રહેવા માટે હંમેશા તેનો ઉપયોગ કરો.
*ડ્રાઈવિંગ સુધારવા માટે તમારી સામાન્ય ભૂલો સુધારો*
1. ધ્યાન ગુમાવવું-‘ઝોનિંગ આઉટ’
• હળવા રહો. પરંતુ સંપુર્ણપણે ધ્યાન કેન્દ્રીત કરો.
• તમારા બાકી કાર્યો પર નહીં, પરંતુ તમારી સફર પર ધ્યાન કેન્દ્રીત કરો.
2. નિંદ્રાવસ્થામા વાહન ચલાવવું
• વારંવાર અથવા આવશ્યક્તા અનુસાર વિરામ લો.
• લાંબી મુસાફરી પહેલા પર્યાપ્ત આરામ લેવાનું સુનિશ્ચિંત કરો.
3. કારની અંદર ધ્યાન વિચલિત થવું (સેલ ફોન, રેડિયો, મુસાફરો)
• વાહન ચલાવતી વખતે સેલ ફોનનો ઉપયોગ કરશો નહી.
• શરૂ કરતાં પહેલા તમારી સફરની યોજના બનાવો અને તેનો અભ્યાસ કરો.
4. હવામાનની ખરાબ સ્થિતિઓને અનુકૂળ થવામાં નિષ્ફળતા
• વરસાદમાં ઝડપ ધીમી કરો.
• વાહનોની વચ્ચે યોગ્ય અંતર જાળવી રાખો ઓછી દૃશ્યતા (વિઝિબિલિટી)ની સ્થિતિને અનુકૂળ અંતર રાખો.
5. આક્રમક રીતે વાહન ચલાવવું (આગળની ગાડીની ખૂબ નજીક વાહન ચલાવવું, લાલ લાઇટ અને ઊભા રહેવાના ચિહ્નોને પાર કરવા, વગેરે)
• મુસાફરી કરવા માટે હલેશાં પોતાને પૂરતો સમય આપો.
• શાંત રહો અને સુરક્ષિત રીતે વાહન ચલાવો.
6. અન્ય વાહનચાલકના ઈરાદાનો અંદાજ લગાવો.
• રક્ષાત્મક રીતે વાહન ચલાવો.
• અણધારી ઘટના ટાળવા માટે સુરક્ષા ઉપાય અપનાવો.
• તમારા ઈરાદાઓ સ્પષ્ટ કરો, ટર્ન સિગ્નલ્સ વગેરેનો ઉપયોગ કરો.
• ટ્રાફિક ચિહ્નોનું પાલન કરો.
• યાદ રાખો આદર્શ સ્થિતિઓમાં ઝડપ મર્યાદા કાનૂની મર્યાદા હોય છે. પરિવર્તન માટે તૈયાર રહો.
7. બ્લાઈન્ડ સ્પોટ્સની તપાસ કર્યા વિના લેન્સ બદલવી.
• પહેલા સિગ્નલ આપો, અરિસાઓ તપાસો, ત્યાર પછી તમામ બાજુ પર ઝડપથી નજર કેરવો.
• લેન્સ ધીમે ધીમે બદલો
8. ઉદાસીમાં ત્યારે વાહન ચલાવવું
• વાહન ચલાવશો નહીં, કારણ કે તે નશામાં વાહન ચલાવવા જેવું છે.
9. વાહનની આવશ્યક જાળવણીની અવગણના કરવી.
• દર અઠવાડિયે વાહનના તમામ જરૂરી પાર્ટસની તપાસ કરો.
• ૧૫,૦૦૦ કિમી પર બ્રેક પેડ્સ બદલો.
• ઘસાયેલા ટાયર્સ બદલો.