DAHODGUJARAT

ઝાલોદ નગરપાલિકાની આવનાર સંભવિત ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા મીટિંગ યોજાઈ 

તા.૦૩.૧૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

 

Zalod:ઝાલોદ નગરપાલિકાની આવનાર સંભવિત ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા મીટિંગ યોજાઈ

 

આજરોજ તા.૦૨.૧૨.૨૦૨૪ ના રોજ ઝાલોદ શહેર ખાતે આવનાર ઝાલોદ નગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી વોર્ડ નંબર એક, બે અને ત્રણની દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નિનામાની અધ્યક્ષતામાં આગેવાન કાર્યકર્તાઓની મિટિંગ યોજાઈ હતી. જે મિટિંગમાં ઝાલોદ નગરપાલિકાના પ્રભારી ઇસ્વર પરમાર અને મોઇનઉદીન કાઝી, વોર્ડ નંબર એકના પ્રભારી રઘુભાઈ મછાર, અને ઝાલોદ શહેર પ્રમુખ મુકેશ વસૈયા, તેમજ ઝાલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ ડાંગી સહિત ત્રણે વોર્ડમાં આગેવાન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જે મિટિંગ દરમ્યાન ત્રણે વોર્ડના નગરજનો એ કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારોને સારી લીડ થી વિજેતા બનાવવાનું વચન આપ્યું હતું અને ઝાલોદ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષનો ત્રિરંગો લહેરાવવા મક્કમતા બતાવી હતી

Back to top button
error: Content is protected !!