
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
માનપુર ડાભા ખાતે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમની તૈયારી માટે બેઠક યોજાઈ
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના માનપુર ડાભા ગામ ખાતે સમસ્ત ક્ષત્રિય સમાજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના (GKTS) દ્વારા આયોજિત થનારા સ્નેહ મિલન કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.આ સ્નેહ મિલન કાર્યક્રમ તારીખ 18/01/2026, રવિવારના રોજ બપોરે 2 વાગ્યે માનપુર ડાભા ગામ ખાતે યોજાવાનો છે. કાર્યક્રમ સફળ રીતે સંપન્ન થાય તે માટે GKTSના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા આયોજન, વ્યવસ્થા તથા સહયોગ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.બેઠકમાં બાયડ તાલુકા તેમજ આસપાસના વિસ્તારોના GKTSના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તમામે મળીને સ્નેહ મિલન કાર્યક્રમને એકતા, સહકાર અને સમાજિક સંકલ્પના સાથે સફળ બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો.





