મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે યોજાનાર આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવ ના સુચારું આયોજન માટે બેઠક યોજાઈ.

મહીસાગર જિલ્લા નાં
લુણાવાડા ખાતે યોજાનાર આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવનું સુચારુ આયોજન માટે બેઠક યોજાઈ…
અમીન કોઠારી. મહીસાગર
મહીસાગર જિલ્લાના લુણાવાડા ઇન્દિરા મેદાન ખાતે ૦૬ અને ૦૭ ડિસેમ્બરના રોજ આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવનું સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેકટર સભાખંડ ખાતે સંકલનના અધિકારીઓ સાથે એક બેઠક યોજાઇ હતી.
જિલ્લામાં ૬ અને ૭ ડીસેમ્બરના રોજ લુણાવાડા તાલુકાના ઇન્દિરા મેદાન ખાતે કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ, શિક્ષણ મંત્રીડો. કુબેરભાઈ ડીંડરોના અધ્યક્ષ સ્થાને આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવ – ૨૦૨૪ ની ઉજવણી કરાનારછે. અને પી એન પંડયા કોલેજ લુણાવાડા થી ઇન્દિરા મેદાન સુધી એક ભવ્ય રેલી યોજાશે. આ મહોત્સવમાં મહીસાગર સહિત પંચમહાલ, દાહોદ, ખેડા અને આણંદ જિલ્લાના લોકો સહભાગી થશે. અને ૬ ડિસેમ્બરના રોજ ભારતીય સંવિધાનના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરજીનો પરિનિર્વાણ દિવસ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.
આ કાયૅકમ નાં સુચારુ આયોજન માટે
આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થા, સ્ટેજ બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, પાર્કિંગ વ્યવસ્થા, આરોગ્ય તથા ઇમરજન્સી સેવાઓ, વીજળી પુરવઠો, સાફ સફાઇ, લોકોને યોજનાઓ માટે માર્ગદર્શન માટેની કામગીરી, પ્રદર્શન અને સ્ટોલની લગતી કામગીરી અને ભોજન વ્યવસ્થા જેવી બાબતો વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર સી વી લટા, પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઑફિસરો.નગરપાલીકા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



