
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
ગુજરાત તેમજ વલસાડ જિલ્લામાં પત્રકારો સામે સતત ખોટી ફરિયાદો, દબાણ અને કાયદાનો ખોટો ઉપયોગ થતો હોય તેવા પરિસ્થિતિ સર્જાઈ છે. પત્રકારો લોકશાહીના ચોથા આધારસ્તંભ છે, સમાજના અરીસાની જેમ તેઓ ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ અને જનહિતના મુદ્દાઓને ઉજાગર કરે છે. તેમ છતાં તેમને દબાવવા માટે કાયદાનો ખોટો ઉપયોગ થવો ચિંતાજનક બાબત છે.
તે અનુસંધાને પત્રકારોના હિત અને સુરક્ષા માટે નીચે મુજબની માગણીઓ સાથે રજુઆત કરવામાં આવી:
1. પત્રકાર સુરક્ષા કાયદો – હુમલાઓ, ધમકીઓ અને હેરાનગતિથી બચાવવા મજબૂત કાયદો ઘડવો.
2. સ્વાસ્થ્ય સુરક્ષા અને વીમો – પત્રકારો માટે આરોગ્ય ચકાસણી કેમ્પ તથા આરોગ્ય વીમા યોજના અમલમાં લાવવી.
3. વ્યાવસાયિક તાલીમ – પત્રકારોની કૌશલ્ય વૃદ્ધિ માટે નિયમિત વર્કશોપ અને તાલીમ કાર્યક્રમો યોજવા.
4. આર્થિક સહાય અને પેન્શન યોજના – ખાસ કરીને ગ્રામિણ પત્રકારોને આર્થિક સ્થિરતા માટે સહાય પેકેજ તથા પેન્શન યોજના આપવી.
5. 5. મુસાફરી અને રહેવાની સવલતો – સરકારી સર્કિટ હાઉસ તથા વિશ્રામ ગૃહોમાં રાહત દરે રહેવાની સગવડ.
6. પ્રેસ સ્વતંત્રતા – પત્રકારોને ડરાવવા કે બોગસ FIR જેવા કાયદાનો ખોટો ઉપયોગ રોકવા કડક કાર્યવાહી.
7. ટેકનોલોજી સુવિધા – ડિજિટલ સાધનો, ઈન્ટરનેટ ઍક્સેસ તથા ટેકનોલોજી તાલીમ પૂરી પાડવી.
8. સરકારી યોજનાઓની માહિતી ઍક્સેસ – પત્રકારોને સરળતાથી માહિતી મળી રહે તે માટે ખાસ પોર્ટલ/હેલ્પલાઈન શરૂ કરવી.
આ તમામ સવલતો ઉપલબ્ધ કરાવવામાં આવે તો પત્રકારોની ભૂમિકા વધુ મજબૂત થશે અને તેઓ લોકશાહીના ચોથા આધારસ્તંભ તરીકે વધારે અસરકારક રીતે કામ કરી શકશે.


