ભૂલા પડેલા એક મહિલાને સુરક્ષિત સ્થળે આશ્રય અપાવતી હાલોલ 181 અભયમ્ ટીમ.

તારીખ ૨૩/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના એક ગામમાંથી જાગૃત નાગરિકનો ૧૮૧ અભયમ હેલ્પલાઈન પર કૉલ આવેલ અને જણાવેલ કે એક અજાણ્યા મહિલા મળી આવ્યા છે અને સરખી રીતે વાતચિત કરતા નથી મદદની જરૂર છે જેને લઇ હાલોલ ૧૮૧ અભયમ ટીમે કોલ આવ્યાનાં થોડી જ ક્ષણોમાં ૧૮૧ અભયમ ટીમનાં કાઉન્સેલર એમ.વી.રાઠવા મહિલા કોન્સ્ટેબલ ચેતનાબેન અને પાયલોટ સુરેન્દ્રભાઈ તાત્કાલિક ઘટના સ્થળ પહોંચી ગયેલ. પછી મહિલા સાથે વાતચીત કરી મહિલા રાત્રી સમયે ટોળા થયેલા લોકોના કારણે ખૂબ જ ગભરાઈ ગયેલ હાલત માં હોય અને રડતા હોય તેથી મહિલાને આશ્વાસન અને સહાનુભૂતિ આપેલ અને મહિલાના કાઉન્સિલિંગ દરમિયાન જાણ્યું કે મહિલા દાહોદના વતની છે અને તેનું નામ સુમિત્રાબેન કાળુસિંહ કોળી પટેલ જણાવેલ. તેઓ ભીખ માંગીને ગુજરાન ચલાવતા હતા.પરંતુ દાહોદ રેલ્વે સ્ટેશન થી માંગતા માંગતા ટ્રેનમાં બેસી કાલોલ આવી પહોંચ્યા હતા. તેમનું સરનામું સરખી રીતે જણાવતા ન હતા તેને સમજાવી સંસ્થા વિશે માહિતી આપી અને આમ ઘરેથી એકલા નીકળી ના જવાય તેમ સમજાવી પછી મહિલાનું લોંગ કાઉન્સિલિંગ થાય અને તે સુરક્ષિત રહી શકે તે માટે ગોધરા સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવ્યો હતો.





