GUJARATJUNAGADH

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીના અધ્યક્ષ સ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીના અધ્યક્ષ સ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

ભારતીય ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૫ અંતર્ગત સુધારેલા જાહેરનામા તથા અત્યાર સુધી થયેલ કામગીરીની સમીક્ષા માટે આજ રોજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી નિકુંજકુમાર ડી. ધૂળાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠક દરમિયાન સુધારેલ કાર્યક્રમની વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. તેમજ ફોર્મ વિતરણ, ફોર્મ કલેક્શન અને ગણતરી ફોર્મના ડિજિટાઇઝેશન તબક્કાની આંકડાકીય માહિતી રજૂ કરવામાં આવી હતી.જૂનાગઢ જિલ્લામાં ડિજિટાઇઝેશન ૮૭.૫૩ ટકા પૂર્ણ કરવામાં આવી છે. તેમજ અનકલેક્ટેબલ ફોર્મ્સની સંખ્યા ૧,૪૦,૧૪૩(૧૦.૭૮ ટકા) છે.કુલ ૧૩,૦૦,૩૪૪ મતદારો પૈકી ૧,૪૦,૧૪૩ મતદારોનો સમાવેશ અનકલેક્ટેબલ કેટેગરીમાં થાય છે. તેમાં મૃત્યુ પામેલા મતદારો ૫૧,૪૮૧,ગેરહાજર મતદારો ૧૬,૧૧૯,કાયમી સ્થળાંતર કરેલા મતદારો ૬૫,૯૪૦,પહેલેથી અન્યત્ર નોંધાયેલા મતદારો ૫,૭૩૨,અન્ય કારણોસર ૩૭૧, અને કુલ ૨૧,૯૨૭ મતદારો એ હજી ફોર્મ સંબંધિત બી.એલ.ઓ.ને જમા કરાવ્યા નથી. જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા રાજકીય પક્ષોને જે મતદારો એ ફોર્મ જમા નથી કર્યું તેવા લોકોને તા. ૧૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં ફોર્મ જમા કરાવવામાં સહાયરૂપ થવા અપીલ કરી હતી.સમયસર ફોર્મ જમા ન કરનાર મતદારોના નામ તા. ૧૬ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ થનાર ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બહાર નીકળી શકે છે.નવા મતદારોને પણ મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે ફોર્મ નં. 6 ભરવાની અપીલ કરવામાં આવી હતી

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!