ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : કોંગ્રેસ દ્વારા “સૃજન અભિયાન” શરૂ કરાશે..5 થી 7 ઓગસ્ટ દરમિયાન પશુપાલકો અને ખેડૂતોના પ્રશ્નો પર બેઠક યોજાશે

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : કોંગ્રેસ દ્વારા “સૃજન અભિયાન” શરૂ કરાશે..5 થી 7 ઓગસ્ટ દરમિયાન પશુપાલકો અને ખેડૂતોના પ્રશ્નો પર બેઠક યોજાશે

અરવલ્લી: જિલ્લાના નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણ પટેલની આગેવાની હેઠળ કોંગ્રેસ પાર્ટી દ્વારા “સૃજન અભિયાન” યોજવાનું આયોજન કરાયું છે. આ અભિયાન 5 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી જિલ્લા ભરમાં ચાલશે અને દરેક તાલુકામાં સભાઓ તથા બેઠક દ્વારા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

સૃજન અભિયાનના ભાગરૂપે બાયડ, ધનસુરા, માલપુર સહિતના તાલુકાઓમાં કોંગ્રસના કાર્યકરો, સ્થાનિક આગેવાનો અને ખેડૂતો તથા પશુપાલકો સાથે મીટીંગો યોજાશે. હાલના સમયમાં પશુપાલકો અને ખેડૂતો અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે જેમ કે ચારા-પાણીની તંગી, વીજ પુરવઠાની અછત, પાક વિમા મુદ્દા અને બજારભાવની ઘટતી સ્થિતિ.કોંગ્રેસ પક્ષ આ મુદ્દાઓને ગંભીરતાથી લઈ ખેડૂતો અને પશુપાલકોને ન્યાય મળે તે માટે સરકાર સમક્ષ સશક્ત રજૂઆત કરવાની તજવીજ કરે છે.જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણ પટેલે જણાવ્યું હતું કે, “અમે જિલ્લામાં ગાઉંથી ગાઉં જઈને ખેડૂતો અને પશુપાલકોની વાસ્તવિક સ્થિતિ જાણવા માગીએ છીએ. તેમની સમસ્યાઓને અવાજ આપી, કોંગ્રેસ પ્લેટફોર્મ પરથી ઉકેલ લાવવા પ્રયાસશીલ છે.”સૃજન અભિયાનથી કોંગ્રેસ ફરીથી સ્થાનિક સ્તરે સારું સંગઠન મજબૂત કરીને લોકજાગૃતિના માર્ગે આગળ વધવા માગે છે.

Back to top button
error: Content is protected !!