
તા.
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda :લીમખેડા પોલીસ મઠકે આપેલ ફરિયાદને લઈ કોઈ કાર્યવાહી કરવામા ન આવતા ફરિયાદીએ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના દરવાજા ખટખટાવ્યા
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દાંતીયા ગામના ભીલ ફળીયામા રહેતા કળમી રામસીંગ ભાઈ કાળીયાભાઈના રહેણાંક મકાનમા એમનાજ કુટુંબીક ભાઈઓ હાથમા મારક હથિયારો લઈ જેમ તેમ ગાળો બોલી એમના ઘર તરફ દોડી આવી રહ્યા હતા.ત્યારે કળમી રામસીંગભાઈ સહિત એમના પરિવાર જનોએ સામેથી એમના કૌટુંબિક ભાઈઓ હાથમા મારક હથિયારો લઈ દોડી આવતા જોઈ કળમી રામસીંગ ભાઈ સહિત એમના પરિવાર જનો ઘર છોડી સ્થળ પરથી જીવ બચાવવા ભાંગી છૂટયા હતા.ત્યારે મામલો શાંત તથાં કળમી રામસીંગભાઈ સહિત એમના પરિવાર જનો ઘરે પરત આવતા ઘરને જોતા આખુય ઘર આરોપીઓએ તોડી નાખતા પરિવાર જનો ઘર વિહોણા થયા હતા.જેને લઈ કળમી ભાઈ સહીત એમના પરિવાર જનો આરોપી.કળમી મુકેશભાઈ તેરસીંગ ભાઈ..કળમી સબુર ભાઈ…કળમી સોમાભાઈ સબુરભાઈ … કળમી સનાભાઈ સબૂરભાઈ…. કળમી ભારતભાઈ રમેશભાઈ… કળમી શાંતાબેન તેરસીંગ ભાઈ વિરુદ્ધ લીમખેડા પોલીસ મઠકે ફરિયાદ નોંધાઈ પણ લીમખેડા પોલીસ દ્વારા બે મહિના વીત્યા પણ હાલ સુંઘી આરોપીઓ વિરુદ્ધ કોઈ કામગીરી કરવામા આવેલ નથી હોવાના આક્ષેપો ફરિયાદી દ્વારા કરવામા આવ્યા.જેને લઈ આરોપીઓ સામે કડડ કાર્યવાહી કરવામા આવે એવા આશય સાથે દાહોદ જિલ્લા પોલીસં અધિક્ષક કચેરી પોહચી કળમી રામસીંગ ભાઈ એ ફરિયાદ કરી



