શ્રમીક અધિકારો માટે મેગા રેલી અને સંમેલન સુરતમાં ૧૦મીએ યોજાશે


જામનગર (ભરત ભોગાયતા)
અસંગઠીત શ્રમિક હિત રક્ષક મંચ, ગુજરાત દ્વારા 25 થી વધુ યુનિયનો અને રાજ્યના અગ્રણી કાર્યકરો સાથે સંયુક્ત રીતે સંકલન કરી અને આજીવિકા બ્યુરો સુરત કાર્યાલય ખાતે ગત ૧૫ નવે.ના શ્રમીકોના અધિકારો માટે મેગા રેલી અને સંમેલન આગામી ૧૦ મીએ માનવ અધિકાર દિવસે સુરતમાં યોજવાની તૈયારીઓના આખરી ઓપ આપવાના ભાગરૂપે બેઠક યોજાઈ હતી
જેમાં કાર્યકરો દ્વારા વિવિધ મજૂર ચળવળના અનુભવોની ચર્ચા કરવામાં આવી હતી – શેરડીના કારખાનામાં કે ખાંડસરી કે શેરડી કાપી તેના વિવિધ ઉત્પાદનો કે સેવાઓ સાથે જોડાયેલા કામદારો, ઘરેલું કામદારો, હોકર્સ/સ્ટ્રીટ વેન્ડરથી લઈને બાંધકામ, લૂમ, હીરા અને ઉદ્યોગોમાં કામદારો સુધી એમ દરેક પ્રકારે સામાન્ય કાર્યસૂચિ તૈયાર કરવા માટે વિવિધ પ્રકારના અસંગઠિત ક્ષેત્રના કામદારોના મુખ્ય કામદારોના મુદ્દાઓ વર્ણવવામાં આવ્યા હતા
* સુરતમાં સંમેલનનું આયોજન કરવા અંગે પરામર્શમાં વિગતવાર આયોજનની ચર્ચા કરવામાં આવી હતી તેમજ મુખ્ય એજન્ડા, સહભાગીઓ અને જરૂરી સંસાધનો અંગે નિર્ણય લેવાયા હતા
* 10 ડિસેમ્બરના રોજ માનવ અધિકાર દિવસ પર યોજાનાર મેગા સંમેલન માટે આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો.
આ મીટીંગના મુદાઓને/એજન્ડાઓને વિસ્તૃત રીતે જોઇએ તો….
આગામી ૧૦ મી ડીસેમ્બર, માનવ અધિકાર દિવસ નિમિતે સુરતમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોનું સંમેલન રેલી આયોજનની પૂર્વ તૈયારી બાબતની મિટિંગ યોજાઇ હતી
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 10 મી ડીસેમ્બર, માનવ અધિકાર દિવસ નિમિતે અમદાવાદમાં ૨૨ થી વધુ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો સાથે કામ કરતા ટ્રેડ યુનિયનો અને સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે એક સંમેલન યોજાયું હતું જેમાં 500 થી વધુ કામદારોએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં “અસંગઠિત શ્રમિક હિત રક્ષક મંચ, ગુજરાતના” ના બેનર હેઠળ અસંગઠિત ક્ષેત્રોના શ્રમિકોની સમસ્યાઓને વાચા આપવાનું અને સંયુક્ત રીતે એક સમાન પ્રશ્નોની રજૂઆત સરકારમાં કરવાનું નક્કી કરાયું હતું. આ સંમેલન બાદ ૧૩-૧૪ સપ્ટેમ્બરે ૨૦૨૪ ના રોજ અમદાવાદ ખાતે સેન્ટ ઝેવિયર્સ સોશ્યલ સર્વિસ સોસાયટીના હોલમાં “અસંગઠિત શ્રમિકો અને ચાર લેબર કોડ” વિષય ઉપર બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના 10 થી વધુ જિલ્લાઓમાંથી આવેલા 32 સંગઠનો અને સંસ્થાઓના 70 જેટલા પ્રતિનિધિઓએ / આગેવાનોએ લોકોએ ભાગ લીધો હતો. આ વર્કશોપના અંતે 10 મી ડીસેમ્બર, માનવ અધિકાર દિવસે શ્રમિક સંમેલન સુરતમાં જ થવું જોઈએ તેવો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો કારણ કે, સુરત શહેર ગુજરાતમાં પ્રવાસી શ્રમિકો અને અન્ય અસંગઠિત શ્રમિકોનું કેન્દ્ર બની ગયું છે.
સુરતમાં સંમેલન યોજવાની પૂર્વ તૈયારી માટે તારીખ 15.11.2024 ના રોજ સુરત ખાતે આજીવીકા બ્યુરોની ઓફિસમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં શ્રમિકોના અધિકારોની લડતમાં સક્રિય અગ્રણીઓ પ્રતિનિધીઓ ઉપસ્થિતિ રહ્યા હતા અને આગામી કાર્યક્રમની સફળતા ખુબ જ મહત્વની હોય સઘન આયોજન ને આખરી ઓપ આપવામાં આવ્યો હતો
આ મીટીંગમાં
1) શ્રમિકોના મુખ્ય મુદ્દા અને માંગણીઓ નક્કી કરવા વિષદ છણાવટ થઇ
2) સંમેલનમાં ભાગ લઇ શકે તેવા સંગઠનો અને સંસ્થાઓની યાદી તૈયાર કરાઇ
૩) રેલી/સંમેલનનું સ્થળ, માર્ગ નક્કી કરવા પોલીસ પરમીશન લેવાનો પત્ર તૈયાર કરાયો
4) આમંત્રિત મુખ્ય મહેમાનોની યાદી તૈયાર કરાઇ
5) સંમેલન/રેલી ના બેનર, પ્લે કાર્ડ, પત્રિકાઓ અને અન્ય સાહિત્ય તૈયાર કરવા આખરી તૈયારીવઅંગે જરૂરી ફાઇનલાઇઝેશન કરાયુ
6) પ્રિન્ટ મીડિયા અને ઇલેકટોનીક મીડિયાનો સંપર્ક, પ્રેસ કોન્ફરન્સ કરવા બાબત નિર્ણય લેવાયા હતા
7) કાર્યક્રમનો ખર્ચનો અંદાજ તૈયાર કરી અને તેની વ્યવસ્થા બાબત ગહન ચર્ચા થઇ હતી
8) કાર્યક્રમને સફળ બનાવવા માટે જવાબદારીઓ નક્કી કરવામાં આવી હતી
આ અંગે સંપર્ક વ્યક્તિ (શરદભાઈ – આજીવિકા બ્યુરો – 9081234090) છે
અને વિશેષ જહેમત
વિપુલ પંડયા 9427263563
સંજય પટેલ 9898702197 જેઓ અસંગઠીત શ્રમિક હિત રક્ષક મંચ, ગુજરાત કક્ષાના આગેવાનો છે તેમણે ઉઠાવી છે અને જુદા જુદા કામદાર સંઘ મજૂર મહાજન સંઘ શ્રમીક સંગઠનો વગેરે તેમના મંચ સાથે જોડાયેલા છે તેમ પણ રાષ્ટ્રીય મજૂર મહાજન સંઘના જનરલ સેક્રેટરી અને એડવોકેટ તેમજ નોટરી પંકજભાઇ જોશી(જામનગર)એ વિગતો જણાવી છે
__________________
—-regards
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
Journalist (govt.accredate)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com




