GUJARATPANCHMAHALSHEHERA

શહેરા તાલુકાના ભુરખલ ગામે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ૨.૦ અંતર્ગત મફત ગેસ રિફીલિંગ કરવા માટે મેઘા કેમ્પનું આયોજન કરાયું હતું

 

શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

 

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના  ભુરખલ ગામે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ૨.૦ અંતર્ગત ગેસ કનેક્શન મેળવેલ પરિવારોને ઓક્ટોબર થી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન બે ગેસ રિફીલિંગ મફતમાં આપવામાં આવતા હોય છે,જેમાં ગેસ રિફીલિંગના નાણાં ચુકવ્યા બાદ ગ્રાહકના બેંક એકાઉન્ટમાં સબસીડી જમા થતી હોય છે,ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની ભુરખલ ગ્રામ પંચાયત કચેરી ખાતે જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણાના માર્ગદર્શન હેઠળ વાસુદેવ ભારત ગેસ એજન્સી મોરવા(રેણાં) દ્વારા એક-એક ગેસ રિફીલિંગ મફત ભરી આપવા માટે મેઘા કેમ્પ રાખવામાં આવ્યો હતો,આ મેઘા કેમ્પમાં ઓક્ટોબર થી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન તબક્કાવાર બુકીંગ કરાવ્યા મુજબ બાકી રહેલા ગ્રાહકોને ગેસ રિફીલિંગ કરી આપવા માટે ખાસ આયોજન કરાયું હતું,જેમાં વાસુદેવ ભારત ગેસ એજન્સી દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ૨.૦ અંતર્ગત ૬૫ જેટલા ગ્રાહકોને ગેસ રિફીલિંગ કરી આપવામાં આવ્યા હતા

Back to top button
error: Content is protected !!